LRD : પરીક્ષાનો સમય બદલાયો, ૨૫૦૦ સેન્ટર ફાળવાયા

527

લોકરક્ષક દળની પરીક્ષાની રાજ્યના વિદ્યાર્થીઓ આતુરતાથી રાહ જોઇ રહ્યા હતા, તેને લઈને એક મહત્વપૂર્ણ સમાચાર મળી રહ્યા છે. ૬ જાન્યુઆરીએ યોજાનારી લોકરક્ષક દળની પરીક્ષાનો સમયમાં ફેરફાર કરવામાં આવ્યો છે. સામાન્ય રીતે ૬ જાન્યુઆરીએ લેવાનાર લોકરક્ષક દળની પરીક્ષાનો સમય પહેલા ૩થી ૪ વાગ્યાના હતા, જે હવે બદલાઇને બપોરે ૧૧થી ૧૨ વાગ્યા સુધીનો કરવામાં આવ્યો છે. આ પરીક્ષા હવે ૨૫૦૦ સેન્ટર પરથી લેવામાં આવશે.આ વિશે વાત કરતા લોકરક્ષક ભરતી બોર્ડના ચેરમેન વિકાસ સહાયએ જણાવ્યું કે, ૬ જાન્યુઆરીએ લેવાનાર પરીક્ષા માટે કુલ ૨૫૦૦ સેન્ટરો ફાળવવામાં આવ્યા છે. જેમાં મોટાભાગના સેન્ટરોને યથાવત રાખવામાં આવ્યા છે, અને બીજા નવા સેન્ટરોને મંજૂરી આપવામાં આવી છે.૬ જાન્યુઆરીએ લોકરક્ષક દળની પરીક્ષાની સાથે રેલવે ભરતી બોર્ડની પણ પરીક્ષા યોજાનાર છે. જેથી તેમાંથી મોટા ભાગના કેટલાક સેન્ટરો ફાળવી દેવામાં આવ્યા હોવાથી તે સેન્ટરો કેન્સલ કરી ઉમેદવારોને નવા સેન્ટરો ફાળવવામાં આવ્યા છે.તમને જણાવી દઇએ કે, અગાઉ ગુજરાત પોલીસમાં લોકરક્ષકની ૯,૭૧૩ જગ્યા માટે ૨ ડિસેમ્બર ૨૦૧૮ને રવિવારના રોજ ૨૯ સેન્ટરો ઉપર પરીક્ષાનું આયોજન થયું હતું અને પેપર લીક થતાં સમગ્ર પરીક્ષા રદ કરી દેવામાં આવતાં રાજ્યના યુવા ઉમેદવારો ધૂંઆપૂંઆ થયા હતા. દૂર-દૂરથી વહેલી સવારથી પરીક્ષા કેન્દ્રો ઉપર નીકળેલા ઉમેદવારો ભારે હૈયે પરત ફર્યા હતા. માત્ર એટલું જ નહીં પરંતુ, ઉમેદવારોને પોલીસની લાઠીઓ ખાવાનો પણ વારો આવ્યો હતો. બોલો, પેપર લીક કરનારે લીક કર્યું અને સજા ભોગવાની અરજદારોને? આ તે કયા ઘરનો ન્યાય? બિચારા, એવા ઉમેદવારો કે જેઓ નાની-મોટી નોકરી કરતાં હતા અને રજા મૂકીને પણ પરીક્ષા આપવા માટે આવ્યા હતા.  જેમની પાસે ભાડાના પૈસા પણ નહોતા તેવા ઉછીના લઈને આવ્યા હતા, પરંતુ હાલ રાજ્યના યુવા ઉમેદવારો માટે આવનારી ૬ જાન્યુઆરી કેવી રહેશે તે આવનારો સમય બતાવશે.

Previous articleભાજપા ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવે વડોદરાથી માંગી લોકસભાની ટિકિટ
Next articleયુનિસેફ ગુજરાતની ટીમ દ્વારા કરૂણા એનિમલ એમ્બ્યુલન્સની કામગીરીનું નિરિક્ષણ