સિહોર તાબેના ઘાંઘળી નજીક ઈકો કારના ચાલકે કાબુ ગુમાવતા કાર પલ્ટી ખાઈ જતા ચાર વ્યક્તિઓને ઈજા થવા પામી હતી. જેમને ૧૦૮ સેવા દ્વારા હોસ્પિટલ ખસેડાયા હતા.
પ્રાપ્ત વિગત મુજબ, સિહોરના ઘાંઘળી ગામ નજીક આવેલ દરગાહ પાસે ઈકો કારના ચાલકે સ્ટેરીંગ પરથી કાબુ ગુમાવતા અચાનક પલ્ટી ખાઈ ગઈ હતી. કાર પલ્ટી ખાઈ જતા કારમાં સવાર ચાર વ્યક્તિઓને ગંભીર ઈજાઓ થતા વલ્લભીપુર ૧૦૮ સેવા દ્વારા સારવાર અર્થે ભાવનગર હોસ્પિટલ ખસેડાયા હતા.