ટેકરીચોક પાસેના કુવામાં મહિલાએ ઝંપલાવતા મોત

1016
bvn5122017-6.jpg

શહેરના નવાબંદર રોડ પર રહેતી મહિલાએ માનસિક બિમારીથી કંટાળી જઈ પ્રભુદાસ તળાવ પાસે આવેલા ટેકરી ચોક નજીકના કુવામાં ઝંપલાવી આપઘાત વ્હોરી લીધો હતો. બનાવની જાણ થતા ફાયરસ્ટાફ ઘટનાસ્થળે દોડી જઈ કુવામાંથી મહિલાની લાશને બહાર કાઢી હતી.
પ્રાપ્ત વિગત મુજબ, શહેરના પ્રભુદાસ તળાવ પાસે ટેકરી ચોક નજીક એસબીઆઈ બેંકની સામેના કુવામાં એક મહિલાની લાશ તરે છે તેવી જાણ જીતેન્દ્રભાઈ નાગજીભાઈએ ફાયરબ્રિગેડને કરાતા તુરંત ફાયરસ્ટાફ ઘટનાસ્થળે દોડી જઈ પ૦ ફુટ ઉંડા પાણી ભરેલા કુવામાંથી મહિલાની લાશને બહાર કાઢી ઘોઘારોડ પોલીસને સોંપી દેતા પોલીસે મહિલાની ઓળખ મેળવતાં જુનાબંદર રોડ પર દરબારી ખીજડા પાસે પ્લોટ નં.૬૧રમાં રહેતા રૈયાબેન સુરેશભાઈ બારૈયા ઉ.વ.૪૦ હોવાનું જાણવા મળ્યું હતું. બનાવ અંગે પોલીસે જરૂરી કેસ કાગળો કરી લાશને પી.એમ. અર્થે ખસેડવાની તજવીજ હાથ ધરી હતી.