ડુંગળીના ભાવોમાં ઘટાડો થતા ખેડૂતોમાં ભારે રોષ

1099
bvn622018-5.jpg

શિયાળુ સિઝનના રોકડીયા પાક ડુંગળીની વિપુલ આવકના પગલે ભાવમાં પ૦ ટકા જેવો ધરખમ ઘટાડો થતા ખેડૂતોમાં ભારે ચિંતા સાથે રોષ પ્રવર્તી રહ્યો છે.
ભાવનગરમાં દર વર્ષે સર્જાતી સમસ્યા આ વર્ષે પણ સર્જાઈ રહી છે. સમગ્ર દેશમાં સફેદ અને લાલ ડુંગળીનું સર્વાધીક ઉત્પાદન ભાવનગર જિલ્લામાં થાય છે. જ્યારે બીજા ક્રમે મહારાષ્ટ્રના નાસીક શહેર આવે છે. કૃષિ વિભાગના સુત્રો પાસેથી જાણવા મળતી વિગતો અનુસાર વર્ષ ર૦૧૭માં મહારાષ્ટ્રમાં ઉચીત પ્રમાણમાં વરસાદ ન થતા નાસીક જિલ્લાના ખેડૂતો દ્વારા ખૂબ ઓછા પ્રમાણમાં ડુંગળીનું વાવેતર કર્યુ છે. જ્યારે તેની તુલનાએ ભાવનગર જિલ્લામાં રવિ સિઝનમાં કુલ વાવેતર પૈકી ૯૦ ટકા હિસ્સામાં માત્ર ડુંગળીનું વાવેતર કરવામાં આવ્યું છે. હાલ સમગ્ર જિલ્લામાંથી ડુંગળીનો તૈયાર પાક ભાવનગરના મુખ્ય માર્કેટ યાર્ડમાં વેચાણ અર્થે ઠલવવામાં આવી રહ્યો છે. દર વર્ષે પુષ્કળ આવક સમયે ભાવો તળીયે બેસી જાય છે. આ વર્ષે પણ ધીંગી આવકને કારણે પ૦ ટકા જેવો ઘટાડો થતા ખેડૂતોમાં ચિંતાનું મોજુ ફરી વળ્યું છે.

ભાવો ઘટવાની શક્યતાઓ રહેલી છે
છેલ્લા એકાદ સપ્તાહથી ભાવનગર માર્કેટ યાર્ડમાં ડુંગળીની આવક વધુ અને નિકાસ ઓછી છે. એક સપ્તાહ પૂર્વે સરેરાશ એવરેજ ભાવો ૪૦૦ થી પ૦૦ જેવો હતો પરંતુ હાલ ૩૦૦ થી રપ૦ જેવો થઈ જવા પામ્યો છે. સરકારે ખેડૂતોને હૈયાધારણા આપી હતી કે આ વર્ષે ડુંગળી પકવતા ખેડૂતો નિરાશ નહીં થાય કપાસ-મગફળીના પાકો માટે જે યોજના જાહેર કરી છે. ટેકાના ભાવો દ્વારા ખરીદીએ ડુંગળી માટે પણ લાગુ કરવામાં આવશે પરંતુ વર્તમાન સ્થિતિ દ્વારા એવું લાગી રહ્યું છે કે ભાવો હજુ પણ ઘટશે આથી સરકારે આ અંગે સત્વરે નિર્ણય લેવો હિતાવડ રહેશે.
– નરેન્દ્રસિંહ ગોહિલ, વેપારી, માર્કેટ યાર્ડ-ચિત્રા

Previous articleઘોઘાના પોલીસ જવાનને વિદાયમાન
Next articleરેશનશોપ ધારકોના પ્રશ્નો ઉકેલવા રાજ્ય સરકાર પ્રયાસ કરશે : મંત્રી જયેશ રાદડીયા