આ વાત કઈ નાનીસૂની નથી. પોતાનો જીવ જયારે મુશ્કેલીમાં હોય ત્યારે તમે અન્યના વિચાર કરો ! અન્યોના જીવને બચાવવાની ચિંતા કરો. સલામ છે, સ્ટેટ ટ્રાન્સપોર્ટ ડિપાર્ટમેન્ટના (એસટી) ના ડ્રાઈવરને જેણે પોતનાં ઉપર આવેલા હૃદયરોગના હુમલાની પીડા છુપાવીને તેના કંડક્ટર સહીત ૨૨ યાત્રીઓને સલામત રીતે તેમના ગંતવ્ય સ્થાને પહોંચાડ્યા.
ગુજરાત એસટી બસના ડ્રાઇવરને ચાલુ બસે હૃદયરોગનો હુમલો આવી ગયાના સમાચાર સામે આવ્યા. સદ્દનસીબે આ કેસમાં કંડક્ટર સહિત ૨૨ મુસાફરોનો બચાવ થયો છે. આ મામલે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. હૃદયરોગના હુમલાને કારણે ડ્રાઇવરનું મોત થયું છે.
મળતી માહિતી પ્રમાણે ડાકોર પાસે ગુજરાત સ્ટેટ ટ્રાન્સપોર્ટની બસના ડ્રાઇવરને ચાલુ બસે હૃદયરોગનો હુમલો આવી ગયો હતો. આ બસમાં ૨૧ જેટલા મુસાફરો સવાર હતા. ખેડાના ડાકોર નજીક ડ્રાઇવરને હુમલો આવ્યો હતો. જોકે, કદાચ ડ્રાઇવરને હૃદયરોગના હુમલા અંગેનો પહેલાથી જ અંદાજ આવી ગયો હોવાથી તેમણે બસને સલામત ઉભી રાખી દીધી હતી.


















