એલઆરડી પરિક્ષા માટે ખાસ બસો દોડાવાશે

801

આશરે સાડા આઠ લાખ જેટલા ઉમેદવારો ૬ જાન્યુઆરી એ યોજાનારી લોકરક્ષક દળની પરીક્ષા આપવાના છે. જેના માટે એસટી વિભાગે પૂરતી બસોની વ્યવસ્થા કરી છે. ઉમેદવારોનો રિર્પોટિંગ ટાઈમ સવારે આઠ વાગ્યાનો હોવાથી આવતીકાલે સવારે પાંચ વાગ્યાથી જ પરીક્ષા સેન્ટરોના શહેરમાં બસો વિદ્યાર્થીઓ માટે દોડાવવામાં આવશે. ૬ જાન્યુઆરી રાતે બાર વાગ્યા સુધી ટ્રીપો દોડાવવામાં આવશે.

લોકરક્ષક દળની ભરતી પરીક્ષામાં ઉમેદવારોને એસટીમાં મફત મુસાફરીની જાહેરાત બાદ વિદ્યાર્થીઓને અગવડ ન પડે તે માટે એડવાન્સ બુકિંગ કરાવવા એસ.ટી.ના તમામ ડેપો-કંટ્રોલ પોઈન્ટ ખાતે બુકિંગ કાઉન્ટર શરૂ કરવામાં આવ્યા છે. બીજી જાન્યુઆરીથી ટિકિટ બુકિંગની પ્રક્રિયા શરૂ થઈ ચૂકી છે. પહેલા દિવસે ૨૦ હજાર જેટલા પરીક્ષાર્થીઓે ટિકિટ બુક કરાવી ચુક્યા છે.

ઉમેદવારોને પરીક્ષાના સમય કરતાં બે કલાક વહેલા પરીક્ષા સેન્ટર પર પહોંચવાનું હોય છે. બાયોમેટ્રિક સિસ્ટમ વગેરેને લઈ ઉમેદવારોએ સવારે આઠ વાગ્યે પરીક્ષા સેન્ટર પર પહોંચી જવા જણાવાયું છે. જેથી ઉમેદવારોએ આગલા દિવસે રાતે જ પરીક્ષા સેન્ટરના શહેરમાં પહોંચી જવું પડશે. એસટી વિભાગના જનરલ મેનેજર (વહીવટ) બળવતસિંહ વાઘેલાએ જણાવ્યું હતું કે, ઉમેદવારો માટે પૂરતી બસો ફાળવવામાં આવી છે.  અંદાજે સાત હજાર બસો ફાળવાઈ છે. જરૂરિયાત મુજબ દરેક ડિવિઝનમાં બસો દોડાવવામાં આવશે.

Previous articleસુરેન્દ્રનગરમાંથી ૧ હજાર કિલોનું ગાંજાંનું વાવેતર ઝડપાયું
Next articleદીવ અને દમણ વચ્ચે મે મહિનાથી ફેરી સર્વિસ શરૂ થશે : ૪૦૦ કિમીનું અંતર ઘટશે