રાજુલાના નવાગામ મેરીયાણા ખાતે હીરાભાઈના સમર્થનમાં જાહેરસભા

842
guj6122017-2.jpg

રાજુલા તાલુકાના નવાગામ મેરીયાણા ખાતે હીરાભાઈ સોલંકીના સમર્થનમાં રાજુલા તાલુકા પંચાયત પ્રમુખ વલ્કુભાઈ બોસ દ્વારા સ્નેહમિલન કાર્યક્રમમાં કેન્દ્રીય મંત્રી રેશ્માબહેન, ફિલ્મી દુનિયાની મહાન હસ્તી ખુશી શાહ અને રિતીકાએ હીરાભાઈ સોલંકીના સમર્થન માટે ર૦ ગામોથી પધારેલ હજારોની સંખ્યામાં જનમેદનીની મહાસભા ગજવી આ પ્રસંગે સંત દેવીમા હીરાભાઈ સોલંકીને આશિર્વાદ દેવા પધારેલ તેમજ તાલુકા ભાજપ પ્રમુખ ભોળાભાઈ લાડુમોર, બાબરીયાધાર સરપંચ અનિલભાઈ તેની આખી ટીમ સાથે બહોળી સંખ્યામાં પધારી તેમજ ખારી ખેરાળી, બર્બટાણા, અમુલી, બાલાપર, મસુંદડા, છેક ડોળીયા ગામ સુધીની હજારોની સંખ્યામાં માનવ મહેરામણ આજે હવામાન ખરાબ હોય ચાલુ વરસાદ હોય, વાવાઝોડા ઓખીની ભારે આગાહી હોવા છતા જનમેદની ઉમટી પડી તે તમામને વલ્કુભાઈ બોસ દ્વારા ભોજન વ્યવસ્થા પણ રાખેલ જેની નોંધ કેન્દ્રીય મંત્રી પણ કરતા ગયા કે વાહ હીરાભાઈ તો બાબરીયાવાડનો હીરો છે તેને ખોતા નહીં તેવો કટાક્ષ પણ કરતા ગયા. આ મહાપ્રસંગને દીપાવવા રવુભાઈ ખુમાણ, પીઠાભાઈ ખોડાભાઈ નકુમ, મયુરભાઈ શહેર ભાજપ પ્રમુખ યુવા મોરચાના પ્રમુખ હર્ષદભાઈ વસોયા, વિનુભાઈ વોરા, ડો.હિતેશભાઈ હડીયાએ જહેમત ઉઠાવેલ.