ગંભીર બિમારીથી ગ્રસ્ત બ્રાહ્મણ મતદારે પોતાની નૈતિક ફરજ અદા કરી

753
guj10122017-4.jpg

ગીર સોમનાથ જિલ્લાના વેરાવળમાં લોકશાહીના મહાપર્વ ર૦૧૭માં વધુમાં વધુ મતદાન થાય તેવા આશ્રયથી વોર્ડ નં.૧ના પથારીવસ મતદાર બાલકૃષ્ણ મુકુંદરાય ત્રિવેદી ઉર્ફે જગદિશભાઈ કે જેઓ છેલ્લા ર૦૧૩થી ફેફસા, વાલ, આંતરડાઓની અનેક બિમારીઓથી પથારીવસ હોય તેમના પરિવારમાં તેમના બે ભાઈઓ તેમાં એક ભાઈની માનસિક સ્થિતિ અસ્થિર હોય આમ છતાં તેઓ પોતાના મત અધિકારનો ઉપયોગ કરવા સામાજિક કાર્યકર અનિષ રાચ્છ, શરદભાઈ, સનીભાઈ શર્મા, વિપુલભાઈ, દિનેશભાઈ વગેરેઓ સ્ટેચર પર સુવડાવી તેમને મતદાન મથક સુધી પહોંચાડી મતદાન કરાવેલ ત્યારે મિડીયા પ્રતિનિધિઓ તથા ન્યુઝ પેપરોના પત્રકારો હાજર રહી આવી હાલતમાં રહીને પણ પોતાના મત અધિકારનો ઉપયોગ કરતા હોવાની હકીકતો જાણી પ્રસંશા કરેલ.
 આ સમયે ભાજપના ઉમેદવાર જસાભાઈ બારડ પણ બુથ પર આવતા આ પથારીવસ બ્રહ્મસમાજના ભુદેવ હોવાથી તેના આશિર્વાદ લીધેલ અને સ્વસ્થ લોકો પણ વધુમાં વધુ મતદાન કરે તેવી આશા વ્યક્ત કરેલ હતી.

Previous articleમાવઠા બાદ ડુંગળીના ભાવમાં ૫૦ ટકાનો વધારો થયો
Next articleજૈફવયના મતદારની લોકશાહી પ્રત્યે વફાદારી