ગાયત્રીધામ ખાતે ૧પમો સમુહ લગ્ન મહોત્સવ યોજાયો

685
bvn11122017-7.jpg

શહેરના પરા વિસ્તારમાં આવેલ ગાયત્રી શક્તિધામ ખાતે ચિત્રા-ફુલસર બ્રહ્મઉત્કર્ષ મંડળ-ભાવનગર દ્વારા ૧પમો સમુહ લગ્નોત્સવ તથા સમુહ જનોઈ ઉત્સવ ધામધૂમપૂર્વક યોજાયો હતો.
બ્રહ્મઉત્કર્ષ મંડળ-ભાવનગર દ્વારા છેલ્લા ૧પ વર્ષથી સમસ્ત બ્રહ્મસમાજ માટે પ્રતિવર્ષ નિઃસ્વાર્થભાવે સમુહ લગ્ન તથા સમુહ જનોઈનું આયોજન કરે છે. એ પરંપરા અનુસાર આ વર્ષે પણ શહેરના ગાયત્રી શક્તિધામ ખાતે ૧પમો સમુહ લગ્નોત્સવ તથા યજ્ઞોપવિતનું સુંદર આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ૧ર નવદંપતિઓએ ગૃહસ્થાશ્રમની કેડી પર પગલા માંડ્યા હતા તથા ૩ ઋષિકુમારોએ યજ્ઞોપવિત ધારણ કરી હતી. આ પ્રસંગે બ્રહ્મસમાજના અગ્રણીઓ, નવયુવાનો મોટીસંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા તથા પૂ.સ્વરૂપાનંદ સરસ્વતીજી, વિદ્વાન આચાર્ય ગોપાલભાઈ જોશી (શાસ્ત્રીજી), પૂ.ઝરણામાતાજી સહિતના સંતો-મહંતોએ ઉપસ્થિત રહી આશિર્વચન આપ્યા હતા અને ચિત્રા-ફુલસર બ્રહ્મઉત્કર્ષ મંડળના ડો.મહેન્દ્ર મહેતા, રક્ષાબેન પંડયા, કેશવભાઈ જોશી, અનિલભાઈ જાની, બાબુભાઈ જાની, મહેશભાઈ દવે, રેવાશંકરભાઈ જોશી, મહેશભાઈ પંડયા, શોભનાબેન ભટ્ટ, દિલીપભાઈ જોશી સહિતનાઓએ જહેમત ઉઠાવી હતી. આ પ્રસંગે દાતા ગણ દ્વારા કન્યાઓને સુંદર કરિયાવર પણ આપવામાં આવ્યો હતો.

Previous articleઘોઘાના સમુદ્ર કાંઠા પર ધુમ્મસનું ગાઢ આવરણ છવાયુ
Next articleભાવેણાની ભાગોળે યાયાવર પક્ષીઓનું આગમન