ગાંધીનગરને અડીને આવેલા ઈન્દ્રોડા ગામના શ્રી રાજ રાજેશ્વરી ઈન્દ્રાણી માતાજીના મંદિરનો શિખર પ્રતિષ્ઠા ૩ દિવસીય મહોત્સવ યોજાયો છે. સમગ્ર ગામ આ ઉત્સવને ઉજવવામાં ઉત્સવ ઘેલું બન્યું છે. આ ઉપરાંત ગણપતિ, હનુમાજની, બટુક ભૈરવ અને ચારેય દિશાના દેવ ઈન્દ્રદેવ, વરૂણદેવ, કુબેરભંડારી અને યમદેવના મંદિરની પ્રાણ પ્રતિષ્ઠાનો ત્રિદિવસીય ધર્મોત્સવમાં લોકો ઉત્સાહથી ભાગ લઈ રહ્યા છે. સમસ્ત ગામ દ્વારા પ્રસાદી સાથે રોજ સાંજે ભવ્ય ડાયરાના આયોજન પણ કરવામાં આવ્યો છે. યજ્ઞ અને સાંજે મનોરંજનથી ત્રણ દિવસ ઈન્દ્રોડાનું વાતાવરણ ભક્તિમય અને ઉત્સાહવાળું બની ગયું છે.