અમદાવાદમાં યોજાનાર મોદી-રાહુલના રૉડ શૉ ને મંજુરી ન મળી

738
guj12122017-4.jpg

ગુજરાતમાં પહેલા તબક્કાનું મતદાન થઇ ગયું છે હવે આગામી ૧૪મી તારીખે મતદાન થવાનું છે. ત્યારે બંને પક્ષના દિગ્ગજ નેતાઓ ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાત ગજવી રહ્યા છે. આજે અમદાવાદમાં વડાપ્રધાન મોદી અને કોંગ્રેસના રાહુલ ગાંધીના રોડ શો યોજાવાના હતા જે હવે રદ્દ કરવામાં આવ્યા છે.  મળતી માહિતી પ્રમાણે યોજાનાર રોડ શોની ગુજરાત પોલીસે મંજૂરી આપી નથી.  પોલીસના જણાવ્યા પ્રમાણે રોડ શોના કારણે રોડ ઉપર ટ્રાફિકની સમસ્યા વધશે જેના કારણે પરિવહમાં તકલિફ પડી શકે એટલા માટે અત્યારે રોડ શો રદ્દ કરવામાં આવ્યા છે. આ ઉપરાંત કાયદો અને વ્યવસ્થાને પણ ધ્યાનમાં રાખીને તમામ રોડ શોને રદ્દ કર્યા હોવાનું સુત્રો જણાવી રહ્યા છે.
ઉલ્લેખનીય છે કે ૨૧ વિધાનસભા સીટો ઉપર જિલ્લામાં વડાપ્રધાન મોદી, કોંગ્રેસના રાહુલ ગાંધી ઉપરાંત પાટીદાર અનામત આંદોલન સમિતિના સંયોજક હાર્દિક પટેલની પણ ચૂંટણી રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું.
પીએમ મોદી ૨૦૧૫ પછી પહેલીવાર સાબરમતી રિવરફ્રન્ટ પછી મોટી જનસભા સંબોધવા જઇ રહ્યા હતા. મોદીની આ રેલી સોમવારે આશરે ૮ કલાકે યોજાવાની હતી. અત્યારે શહેરમાં ૧૬માંથી ૧૪ સીટો ભાજપ પાસે છે. જોકે, આ વખતે બધી સીટો ઉપર વિજયી બનવા ભાજપનો પ્રયત્ન છે. ધરણીધરથી બાપુનગર સુધી ભાજપનો રોડ શો યોજાવાનો હતો.
બીજી તરફ કોંગ્રેસ ઉપાધ્યક્ષ રાહુલ ગાંધીનો પણ સોમવારે સાંજે અમદાવાદના વિરમગામમાં રોડ શો યોજાવાનો હતો. વીરમગામ હાર્દિક પટેલ અને ઠાકોર સેનાના નેતા અલ્પેશ ઠાકોરના ગૃહજનપદ છે. આ ઉપરાંત રાહુલની ગાંધીનગરમાં પણ જનસભા સંબોધવાનું આયોજન હતું. અમદાવાદના જગન્નાથ મંદિરથી મેમ્કો સુધી કોંગ્રેસનો રોડ શો યોજાવનો હતો.

Previous articleમંજુરી નહીં છતાંય હાર્દિકનો અમદાવાદમાં મેગા રોડ-શો
Next articleગુજરાતમાં ઉદ્યોગપતિની સરકાર જશે : રાહુલ ગાંધીએ કરેલો દાવો