નાના લોકો માટે કામ કરવા ઇચ્છુક : મોદી

765
gandhi13122017-11.jpg

રાજયમાં ઝંઝાવાતી પ્રચારનો અંત આવ્યો છે ત્યારે આ અગાઉ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ બક્ષીપંચ  મોરચાના કાર્યકર્તાઓ ,સંસદ સભ્યો અને  ધારાસભ્યો સાથે ઓડિયો બ્રીજથી સંવાદ કરતા કહ્યુ કે,નાના સમાજમાંથી આવુ છુ અને નાના લોકોની વચ્ચે મોટો થયો છુ માટે નાના લોકોના કામ કરવા છે.કોંગ્રેસ દ્વારા રાજયસભામા ઓબીસી પંચને બંધારણીય દરજ્જો આપવા માટેનુ બીલ પસાર ન થવા દઈને વધુ એક વખત ઓબીસી સમાજને અન્યાય કર્યો છે.આ અગાઉ તેમણે બક્ષીપંચના સૌ કાર્યકર્તાઓનો ચૂંટણી પ્રચાર દરમિયાન ઘેરઘેર જઈનલોકોને ે ભાજપમા જોડાવવા અંગે જે પુરુષાર્થ કર્યો છે એ અંગે આભાર માનતા રાજયમાં ફરી કમળ ખીલી ઉઠશે એવો વિશ્વાસ વ્યકત કર્યો હતો.તેમણે કહ્યુ કે,ભાજપના સંગઠનમા બક્ષીપંચ મોરચાનુ વિશેષ મહત્વ છે આ મોરચાની રચના પાછળનો હેતુ પણ સબ કા સાથ સબ કા વિકાસ હતો.સરકારના પગલાઓનો લાભ સૌથી પહેલા જે લોકો પાછળ રહી ગયા છે તેમને મળવો જોઈએ.જેમને માટે વિકાસની તક નથી તેમને મળવો જોઈએ.તેમણે કહ્યુ,આપણે ત્યાં પછાતપણુ આર્થિક કારણોસર પણ હોય છે.પણ ઘણુ કરીને સામાજિક કારણોને લીધે પછાતપણુ હોય છે.સમાજના રીતરીવાજો,બંધનો,અને વેરણછેરણ જીંદગી તેના કારણે આવા સમાજો પાછળ રહી જાય છે.ગુજરાતમા જ્યારથી સરકાર બની છે ત્યારથી નિરંતર એવો પ્રયાસ રહ્યો છે કે,સમાજના છેવાડાના માનવીને વિકાસની સમાન તક મળે અને તે આગળ વધે.ચાહે તે નોકરીની તતક હોય,ચાહે શિક્ષણની બાબત હોય,ચાહે આરોગ્ય સેવા આપવાની બાબત હોય,કે પછી તેમને મકાન વિતરણમાં પ્રાથમિકતા આપવાની વાત હોય.વિચરતી વિમુકત જાતિઓને યાદ કરતા પ્રધાનમંત્રીએ કહ્યુ કે,હુ ગુજરાતમા હતો ત્યારે નકકી કર્યુ 

Previous articleસે- ૨માં ખુલ્લી DPથી દુર્ઘટનાનુ સતત જોખમ
Next articleદામનગરમાં રાત્રી દરમ્યાન અઝવાળાનો એકમાત્ર આધાર પણ ધરાશાયી થયો