સે- ૨માં ખુલ્લી DPથી દુર્ઘટનાનુ સતત જોખમ

634
gandhi13122017-5.jpg

ગાંધીનગર શહેરમાં વિજ સપ્લાય ટોરેન્ટ દ્વારા કરવામાં આવે છે. પરંતુ સમયાંતરે ટોરેન્ટ પાવરના ધાંધીયા સામે આવ્યા છે. રહેણાંક વિસ્તારમાં ઘર આંગણે લગાવવામાં આવેલી ડીપીઓ ખુલ્લી મુકી દેવાય છે અને ઘણા દિવસો સુધી તેનું કામ કરવામાં આવતાં રહિશો ડરનો અનુભવ કરી રહ્યા છે. ત્યારે સેકટર ૨માં રહિશો દ્વારા અનેક વખત ફરિયાદો કરવા છતાં એકવાર ખોદકામ કર્યા બાદ કર્મચારીઓ જોવા શુદ્ધા પણ આવતાં નથી, તેમ સ્થાનિકોએ આક્ષેપ કર્યો છે. ત્યારે કર્મચારીઓ દ્વારા ખુલ્લા મુકાયેલા વાયર અને અધૂરી મુકેલી કામગીરીને જલદી પૂર્ણ કરવા રહિશો માંગ કરી છે. 
ડીપીનું લેવલ રોડના ઉપરથી ઉંચુ કરવા માટે ટોરેન્ટ પાવર દ્વારા ખોદકામ કરાયુ છે. ખોદકામ કર્યાને ૧૫ દિવસ ઉપર પસાર થયા છે. કામગીરી જલદી પૂર્ણ કરવા રૂબરૂમાં રજુઆત કરી છે. અનેક વાર ફરીયાદ કરવા છતાં કામગીરી પૂર્ણ થતી નથી. અનેકવાર ફરીયાદો કરવા છતાં પગલા લેવાતાં નથી