બારોટ સમાજના રાષ્ટ્રીય અધ્યક્ષ ગુજરાતની મુલાકાતે

909
GUJ13122017-8.jpg

વંશાવલી સંરક્ષણ એવમ સંવર્ધન સંસ્થાના રાષ્ટ્રીય અધ્યક્ષ અને રાજસ્થાન રાજ્ય સરકારના એકાદમી નિગમના મંત્રી મહેન્દ્રસિંહ બોરાજ (બારોટ) ગુજરાત સૌરાષ્ટ્રના બારોટ સમાજની મુલાકાતે આગામી સમયમાં સૌરાષ્ટ્રના તમામ જિલ્લા-તાલુકાના સંગઠનો કરાશે.
વંશાવલી સંરક્ષણ એવમ સંવર્ધન સંસ્થાના રાષ્ટ્રીય અધ્યક્ષ અને રાજસ્થાન રાજ્ય સરકારના એકાદમી નિલમના રાજ્ય સરકારના મંત્રી મહેન્દ્રસિંહ બોરાજ (બારોટ) ગુજરાત બારોટ સમાજની મુલાકાતે જેમાં દિયોદરના ચમનપુરા ગુજરાત રાજ્યના વંશાવલી સંસ્થાના અધ્યક્ષ શંભુજીરાવને ત્યાં તેમજ ઢીમા ખાતે ઢીમાધણી ભગવાનને ત્યાં થાળ મહાપ્રસાદનું આયોજન કરી સમગ્ર ગુજરાત સૌરાષ્ટ્રના બારોટ સમાજની ગહન ચર્ચા વિચારણા કરી આગામી સમયમાં બારોટ સમાજ ગુજરાત રાજ્ય વંશાવલી સંસ્થા એકાદમી નિલમ લવાશે પણ તે પહેલા સૌરાષ્ટ્રભરના તમામ જિલ્લા-તાલુકાની કારોબારી રચના કરાશે તેમજ નિગમ બારોટ સમાજની વહીઓ ચોપડાઓના રક્ષણ માટે જ સ્થપાશે. જે ભારત વર્ષનો તમામ ઈતિહાસ ભારતીય સંસ્કૃતિનો વારસો માત્ર બારોટ સમાજ જ સૃષ્ટિના સર્જનથી આજ સુધી સાચવીને જતન કરે છે પણ તે વારસો તે દરેક જ્ઞાતિઓના બારોટના ચોપડાનું સંરક્ષણ અને સંવર્ધન માટે બારોટ સમાજના મંત્રી હશે અને આગામી દિવસોમાં જિલ્લા વાર તાલુકાવાર સંગઠન માટે મિટીંગોના દોરનો ધમધમાટ શરૂ કરાયો છે અને આ કાર્યમાં મહેન્દ્રસિંહ બોરાજ પણ સૌરાષ્ટ્રની મુલાકાતે પધારશે. જેનું સમગ્ર સૌરાષ્ટ્ર બારોટ સમાજ દ્વારા સન્માનનો કાર્યક્રમ યોજાશે.

Previous articleદામનગરમાં રાત્રી દરમ્યાન અઝવાળાનો એકમાત્ર આધાર પણ ધરાશાયી થયો
Next articleકામાતળાવ ગામે મહાશક્તિ ચેરીટેબલ ટ્રસ્ટ રાજકોટ દ્વારા ૧૪ર યુગલોના સમુહ લગ્નોત્સવ સંપન્ન