કામાતળાવ ગામે મહાશક્તિ ચેરીટેબલ ટ્રસ્ટ રાજકોટ દ્વારા ૧૪ર યુગલોના સમુહ લગ્નોત્સવ સંપન્ન

1455
GUJ13122017-1.jpg

ધોલેરાના કામાતળાવ ગામે રામાપીર મંદિરના પટાંગણમાં સમુહ લગ્નોત્સવ યોજાયો હતો. જેમાં સૌરાષ્ટ્ર વિસ્તાર, મધ્ય ગુજરાત તેમજ ખંભાતના અખાત વિસ્તારના અલગ-અલગ જ્ઞાતિના યાને સર્વજ્ઞાતિ સમુહ લગ્ન યોજવામાં આવેલ. તેમાં કુલ ૧૪ર કપલોએ અત્રે આવેલ રામાપીર મંદિરના પટાંગણમાં પ્રભુતામાં પગલા પાડયા હતા.
અત્રે યોજવામાં આવેલ સમુહ લગ્નના આયોજન મહાશક્તિ ચેરીટેબલ ટ્રસ્ટના પ્રમુખ રાજુભાઈ મેર (રાજકોટ)વાળાના સહયોગથી યોજવામાં આવેલ. તેમના ટ્રસ્ટ દ્વારા ૧૯માં સર્વજ્ઞાતિ સમુહ લગ્નનું સુંદર આયોજન કરવામાં આવેલ. ટ્રસ્ટ દ્વારા કન્યાદાન ચુનીકાંટો તથા ઝાંઝરા યુવતીઓને અર્પણ કરાયા હતા.
 સાથે કરિયાવરમાં તિજોરી, શેટી, ખુરશી તથા રસોડાનો સંપૂર્ણ સેટ અંદાજે ૬૬ હજાર રૂપિયાની કિંમતનો આપવામાં આવ્યો હતો. ટ્રસ્ટ દ્વારા ગરીબ અને મધ્યમ વર્ગના કોઈપણ સમાજના યુવક-યુવતીઓને લગ્નગ્રંથીથી જોડાવા અંગેનું ભગીરથ કાર્ય ઉપાડી તમામ સમાજ માટેનું એક આવકાર દાયક પગલુ ઉપાડ્યું છે. ટ્રસ્ટના પ્રમુખ રાજુભાઈ મેર તેમના સહ પરિવાર સાથે ખડેપગે હાજર રહી આ લગ્નોત્સવને સફળ બનાવ્યો હતો. 
અત્રે યોજવામાં આવેલ સમુહ લગ્નોત્સવમાં કામાતળાવ ગામના રામાપીર યુવક મંડળના સભ્યો, ગ્રામ પંચાયતના સરપંચ, ઘનશ્યામભાઈ બારૈયા  પ્રા. શાળાના હસમુખભાઈ પંચાલ, મનિષભાઈ બન્ને શિક્ષક મિત્રો પણ સેવાકિય કાર્યમાં જોડાયા હતા. સાથે ગામનો યુવા વર્ગ પણ જોડાયો હતો. 
અત્રે ખાસ નોંધનિય બાબત એ જોવા મળી કે કામાતળાવ ગામના બાબુભાઈ નાનુભાઈ બારૈયા દ્વારા રામાપીર મંદિર માટે પાંચ વિઘા જમીન દાનમાં આપેલ જ્યાં સુંદર નિર્માણ પામેલ. રામાપીર મંદિરના પટાંગણની પવિત્ર જગ્યામાં સમુહ લગ્ન યોજાયા હતા ત્યારે બાબુભાઈ બારૈયાના પરિવારે આ પવિત્ર જગ્યામાં મહાશક્તિ ચેરીટેબલ ટ્રસ્ટ-રાજકોટ દ્વારા આયોજીત સમુહ લગ્ન યોજવા અંગે ટ્રસ્ટના પ્રમુખે રાજુભાઈ મેરનો ગ્રામજનોએ આભાર વ્યક્ત કર્યો હતો.