પાલીતાણાનાં આદપુર ગામે પાણીમાં તરીને શાળાએ જવા મજબુર વિદ્યાર્થીઓ

1390
bhav1092017-4.jpg

રાજ્ય સરકાર ગ્રામ્યવિસ્તારોના બાળકોના અભ્યાસ માટે લાખો રૂ.ખર્ચ કરી રહી હોવાની વાતો કરે છે.આ રૂપિયા ક્યાં ગ્રામ્યવિસ્તારો માં ખર્ચ થયા તે રામ જાણે પરંતુ હજુ અનેક એવા ગામો છે જ્યાં હજુ સુધી સરકાર પહોચી નથી અથવા આ ગામ લોકોની રજૂઆત બહેરી સરકારને સંભળાતી નથી.પાલીતાણા તાલુકાનું આદપુર ગામ કે જ્યાં આવેલી પ્રાથમિક શાળા એ આવવા માટે વાડી વિસ્તારમાં રહેતા પરિવારના બાળકોને ચોમાસા દરમ્યાન કેડ સમા પાણીમાં તરી ને અભ્યાસ માટે આવવું પડે છે.
ભાજપ સરકાર છેલ્લા ૨૫ વર્ષ થી ગુજરાતમાં શાસન કરી રહી છે .ગુજરાત ની શકલ બદલવા જાણે કે અઢી દાયકા ઓછા હોય તેમ હજુ રાજ્યના અનેક વિસ્તારો કે જ્યાં હજુ સરકાર પહોચી જ નથી અથવા તો સરકારમાં થયેલી રજુઆતો આ બહેરી સરકાર ને સંભળાતી નથી. હજુ ગુજરાતના ગ્રામ્યવિસ્તારો માં કઈ ખાસ વિકાસ કરી શકી નથી જેનો ઉત્તમ નમુનો આજે પાલીતાણા ના આદપુર ગામે જોવા મળ્યો. પાલીતાણા તાલુકા નું આદ્‌પુર ગામ કે જ્યાં આવેલી પ્રાથમિક શાળામાં આદ્‌પુર અને આસપાસ ના વિસ્તારોના બાળકો અભ્યાસ અર્થે આવે છે .શિયાળા અને ઉનાળામાં તો આસાની થી આ બાળકો શાળાએ આવી જઈ શકે છે પરંતુ ચોમાસા માં આ બાળકો શાળાએ વરસાદ પડે પછી નથી આવી શકતા .જેનું મુખ્ય કારણ છે કે આદ્‌પુર એ ડુંગરાળ વિસ્તાર વચ્ચે આવેલું છે.જેથી ડુંગરા પર પડેલો વરસાદ અને પહાડો પરના અનેક ઝરણા શાળા એ જતા આવતા વિદ્યાર્થીઓ તેમજ અન્ય લોકો માટે બાધા ઉત્પન્ન કરે છે .પહાડો ઉપરથી આવતા ઝરણા રસ્તા પર ક તળાવ જેવી સ્થિતિ નું નિર્માણ કરે છે .અ સ્થિતિ છેલ્લા ઘણા વર્ષોથી સર્જાય છે અને આ બાબતે અત્યાર સુધીના આદપુરના અનેક સરપંચો એ સરકારમાં રજૂઆત કરી છે પરંતુ તાયફા માં મશગુલ આ સરકાર ને આ ગામના લોકો ની ફરિયાદ ધ્યાને નથી આવતી.ગામ લોકો ને વરસાદ માં આદપુર જવા માટે ૭ કિમી કરતા વધુ ફરીને ત્યાં જવું પડે તેવો એક રસ્તો છે પરંતુ તેમાં કાયમી સ્કુલે ચાલી ને જતા બાળકો કેવી રીતે જાય તે પણ વિચારવા જેવું છે.
આદપુર પ્રાથમિક શાળા એ વરસાદ બાદ સર્જાયેલા તળાવ ના કારણે વિદ્યાર્થીઓ છેલ્લા ૧૦ દિવસ થી શાળાએ નથી જઈ શકતા.જેને લઈને બાળકો નો અભ્યાસ બગડી રહ્યો છે.આજે સામે કાંઠે વાલીઓ અને બીજા છેડે શિક્ષકો એ ઉભા રહી ને વાલીઓ એ સાથે રહી ને બાળકો ને આ તળાવ માં તરતા તરતા એટલેકે કેડ સમા પાણી માંથી બહાર કાઢી ને શાળા એ પહોચાડ્યા હતા.
બાળકો મહામુસીબતે માથા પર સ્કુલ બેગ મૂકી ને પાણી ભરેલા રસ્તા પર થી શાળા એ પહોચ્યા હતા.જેમાં તેના કપડા પણ ભીના અને ગંદા થઇ ગયા હતા.જેને સુકાતા પણ બે કલાક જેવો સમય લાગી જાય છે .હાલની ખરાબ સીઝન કે જેમાં બીમારી એ માજા મૂકી છે અને પાણીમાં જીવજંતુ ના ડર સાથે વિદ્યાર્થીઓ શાળએ પહોચ્યા હતા.

Previous article જાફરાબાદના ફાચરીયાથી ત્રાકુડાના નવા રોડ માટે સરકાર દ્વારા મંજુરી મળી
Next article ઠાડચ-નાની રાજસ્થળીની ટીમ ખેલ મહાકુંભમાં જિલ્લામાં પ્રથમ