શહેરમાં ૩૧ ડિસેમ્બરની ઉજવણી કરવા અને કરાવવા બુટલેગરો થનગની રહ્યાં છે પણ તેમની ઉજવણીના રંગમાં ભંગ પાડવા ભાવનગર પોલીસે સક્ષમતા બનાવી છે. જેમાં શહેરના ભરતનગર મારૂતિનગરના રહેણાંકી મકાનમાં ઈંગ્લીશ દારૂનું વેચાણ થતું હોવાની પૂર્વ બાતમી આધારે ભરતનગર પોલીસ સ્ટાફે રેડ કરી ઈંગ્લીશ દારૂની બોટલ નંગ-૭ સાથે એક ઈસમને ઝડપી લીધો છે. પ્રાપ્ત વિગત મુજબ, શહેરના ભરતનગર મારૂતિનગર બ્લોક-૧૭ બીજા માળે રૂમ નં.૬૮૭પમાં રહેતા રાજન બળવંતભાઈ ચૌહાણના ઘરે ભરતનગર પોલીસે પૂર્વ બાતમી રાહે રેડ કરી ઈંગ્લીશ દારૂની જુદી-જુદી બ્રાન્ડની બોટલ નંગ-૭ કિ.રૂા. ર૧૦૦ના મુદ્દામાલ સાથે રાજન ચૌહાણને ઝડપી લીધો હતો.