કુપોષિત જન્મેલ બાળક માટે રૂ.૪૯ હજાર સરકાર ચુકવશે

882
guj1092017-5.jpg

કુપોષણ મુક્ત ગુજરાતના નિર્માણ માટે ૧.૫ કિ.ગ્રામથી ઓછા વજનથી જન્મતા બાળકને સારવાર માટે રોજના રૂપિયા સાત હજાર લેખે સાત દિવસ સુધી રૂ. ૪૯ હજારની સહાય આપવાનો નિર્ણય કર્યો છે. સાથે સાથે બાળકની માતાને પણ રહેવાનો અને ભોજનનો ખર્ચ રાજ્ય સરકાર આપશે તેમ જાહેર કર્યું છે. 
 રાજ્યનું એક પણ બાળક કુપોષણથી ન પીડાય તે રાજ્ય સરકારની પ્રાથમિકતા રહી છે અને કુપોષણ મુક્ત ગુજરાતના નિર્માણ માટે રાજ્ય સરકાર સતત પ્રયત્નશીલ છે ત્યારે આ મહત્વનો નિર્ણય ખૂબ જ અસરકારક નીવડશે અને છેવાડાના માનવીને મદદરૂપ થશે.રાજ્યમાં ૧.૫ કિ.ગ્રા કરતા ઓછા વજન સાથે જન્મેલ બાળકોને ખાનગી સંસ્થાના બાળરોગ નિષ્ણાંતના એન.આઇ.સી.યુ.માં દાખલ કરવામાં આવે તો આવા બાળકોને સારવાર તેમજ માતાને રહેવા તેમજ જમવાની વ્યવસ્થા માટે રૂપિયા ૪૯ હજારની સહાય બાળસખા યોજના અંતર્ગત રાજ્યના ૭૯ હાઇ પ્રાયોરીટી તાલુકાના લાભાર્થીઓને સારવાર પેટે ખાનગી નિષ્ણાંતોને મળવા પાત્ર થશે. આ માટે લાભાર્થીની આવક મર્યાદા રાખવામાં આવી નથી. લાભાર્થીએ એક વખત બાલસખા યોજના-૩ હેઠળ નોંધાયેલ આરોગ્ય સંસ્થામાંથી રજા આપ્યા બાદ ૨૮ દિવસના સમયમાં લાભાર્થીને ફરી દાખલ કરવાની જરર પડે તો અલગ એડમીશન ગણવામાં આવશે. નહીં પરંતુ ૨૮ દિવસ બાદ દાખલ થશે તો નવું એડમીશન ગણાશે. ૧૫૦૦ ગ્રામથી ઓછા ગ્રામના બાળકોને સેપ્સીસ અને બર્થ એકસપેશીયાહોય તો આ યોજના હેઠળ દાખલ કરી શકાશે.