નારેશ્વર સોસાયટીના મકાનમાંથી ઈંગ્લીશ દારૂ સાથે શખ્સ ઝડપાયો

889
bvn15122017-9.jpg

ભાવનગર શહેરની નારેશ્વર સોસાયટીના રહેણાંકી મકાનમાં એસઓજી ટીમે પૂર્વ બાતમી રાહે રેડ કરી ઈંગ્લીશ દારૂની બોટલ નંગ-૮ સાથે એક ઈસમને ઝડપી લઈ ધોરણસર કાર્યવાહી હાથ ધરી હતી.
એસ.ઓ.જી. શાખાના ઇન્ચાર્જ પોલીસ ઇન્સપેકટર ડી.ડી. પરમારના માર્ગદર્શન હેઠળ એસ.ઓ.જી.ના પોલીસ કોન્સ. બાવકુદાન ગઢવીને મળેલ બાતમી હકિકત આધારે આજરોજ નારેશ્વર સોસાયટી પ્લોટ નં. ૫૬ માં રહેતા અશ્વિનભાઇ આંણદભાઇ બારૈયા/કોળી ઉ.વ.૨૩ ના રહેણાંકી મકાનમાંથી ઇંગ્લીશ દારૂની બોટલ નંગ-૮ મળી આવતા ઈસમની ધરપકડ કરી કાયદેસર કાર્યવાહી કરી એસ.ઓ.જી. પોલીસે આ અંગે ઘોઘરોડ પોલીસ સ્ટેશનમાં પ્રોહીબીશન એકટ તળે ગુન્હો રજીસ્ટર કરાવેલ. આ કામગીરીમાં એસઓજી શાખાના એએસઆઇ ગીરજાશંકર જાની,  હેડ કોન્સ. વાય.એન.ગોહીલ, પોલીસ કોન્સ. બાવકુદાન ગઢવી,  હરેશભાઇ મેહુરભાઇ ઉલ્વા, સોહિલભાઇ રહિમભાઇ ચોકીયા, પ્રદિપસિંહ દશરથસિંહ ગોહિલ, લગ્ધીરસિંહ બચુભા ઝાલા, ધર્મેન્દ્રસિંહ હેમંતસિંહ ગોહિલ, નીતીનભાઇ કનુભાઇ ખટાણા અને યોગીનકુમાર રવિશંકર ધાંધલ્યા જોડાયા હતા.