ઘ-રોડ પર હીટ એન્ડ રન : યુવાનનુ સ્થળ પર મૃત્યુ

885
gandhi31102017-1.jpg

ગાંધીનગરના માર્ગો પર ખાસ કરીને ઘ રોડ પર ટ્રાફિક વધતો જયા છે સાથે સાથે શટલીયા વાહનોની સંખ્યા પણ વધતી જતી હોવાથી અવાર નવાર અકસ્માતો સર્જાય છે. 
આજરોજ બપોરના સમયે સે.-૭ માંથી સે. -૬ તરફ જતા યુવાનને એક પુર ઝડપે આવતી કારે ટકકર મારતા બાઈક પ૦ થી ૭૦ ફુટ જયારે કાર ૧ કિ.મી. દૂર જઈ ઉભી રહી શકી હતી. આ અકસ્માતે બાઈક ચાલકનું માથું ફાટી જતાં થોડીવાર તરફડીને તે મૃત્યુ પામ્યો હતો. 
એમ્બ્યુલન્સ ૧૦૮ ને ફોન કરવા છતાં તે ઝડપથી નહી આવતા હાજર ટોળા તરફે તેને આડેહાથે લેવામાં આવ્યો હતો જો કે પોલીસની હાજરી અને દરમિયાનગીરીથી મામલો થાળે પડયો હતો. બનાવમાં બાઈક સવાર નં. જીજે- ૧૮- એડી- ૧૭ર૩ સે. ૬-૭ ના બસ સ્ટેન્ડથી સે. ૬ તરફ જતો હતો. તે દરમિયાન અમદાવાદ તરફથી પુરઝડપે આવતી સેલેરીયો કાર નં. જીજે-૧૮-બીસી-૬૪૩૭ ના ચાલકે ધડાકાભેર બાઈકને ટકકર મારી હતી. આ ટકકર એટલી જોરદાર હતી કે બાઈક છેક પ૦ થી ૬૦ ફૂટ ઘસડાયું હતે અને કાર ચાલકે બ્રેક મારી છતાં ગાડી અડધો કિ.મી. દૂર જઈ ઉભી રહી હતી. કારચાલક ગાડી મુકી ભાગી ગયો હતો. 
હાજર ટોળાએ ૧૦૮ એમ્બ્યુલન્સ માટે ફોન કર્યો હતો. તે દરમિયાન યુવાન તરફડીને થોડીવારમાં તેનું પ્રાણપંખેરુ ઉડી ગયું હતું. પ્રાથમિક જાણકારી મળી હતી કે યુવક કૃષિ ભવનમાં નોકરી કરતો યુવાન ૧૦૮ ની કથળતી સેવાના જવાબમાં હાજર સ્ટાફે ફકત બે એમ્બ્યુલન્સ હોવાનું જણાવ્યું હતું. પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે.

Previous articleમતદાન કુટીર પૂઠાને બદલે હવે ફાયબરની બનાવાશે
Next articleદેશની પ્રથમ ફિઝિયોથેરાપી અને ર્નસિંગ મોબાઇલ વાનનો નીતિનભાઇ પટેલ દ્વારા પ્રારંભ