સરદાર પટેલની જીવન ઝરમર

1233
bvn15122017-8.jpg

૧૮૭પ – ઓક્ટો. ૩૧ નડિયાદમાં જન્મ.
૧૮૯૩ – ઝવેરબા સાથે લગ્ન થયા.
૧૮૯૭ – નડિયાદની અંગ્રેજી શાળામાંથી મેટ્રિક પાસ.
૧૯૦૦ – નડિયાદ જિલ્લામાંથી વકીલની પરીક્ષામાં પાસ. ગોધરામાં વકીલાતનો આરંભ
૧૯૦ર – ગોધરા છોડી બોરસદમાં વકીલાત. ફોજદારી વકીલ તરીકે જવલંત સફળતા અને ખ્યાતિ.
૧૯૦૩ – એપ્રિલમાં પુત્રી મણિબહેનનો જન્મ.
૧૯૦પ – નવેમ્બરમાં પુત્ર ડાહ્યાભાઈનો જન્મ.
૧૯૧૦ – બેરિસ્ટ થવા ઓગસ્ટ માસમાં ઈંગ્લેન્ડ ગયા. મિડલ ટેમ્પલ નામની સુપ્રસિધ્ધ કાનુની કોલેજમાં પ્રવેશ.
૧૯૧ર – બેરિસ્ટરની અંતિમ પરીક્ષા પ્રથમ નંબરે પાસ. પચાસ પાઉન્ડનું ઈનામ, ભારત જવા પ્રયાણ.
૧૯૧૩ – ફેબ્રુઆરી, અમદાવાદમાં ફોજદારી વકીલ તરીકે વકીલાતનો આરંભ.
૧૯૧૪ – પિતા ઝવેરભાઈનું ૮પ વર્ષની વયે કરમસદમાં અવસાન.
૧૯૧પ – ગુજરાત સભાનું સભ્યપદ, જાહેર જીવનનો પ્રારંભ.
૧૯૧૬ – ગાંધીજી સાથે પ્રથમ સંપર્ક : સ્વતંત્રતાની ચળવળમાં.
૧૯૧૮ – અમદાવાદમાં ઈન્ફલુએન્ઝાના રોગચાળા સામે સરકારની સહાય અપાવી, ખેડા જિલ્લામાં નાકરની લડતનું સફળ સંચાલન.
૧૯૧૯ – અમદાવાદમાં મ્યુનિસિપાલટીની મેનેજીંગ કમિટીના અધ્યક્ષ સરકારના રોલેટ એક્ટ સામે લડત. ગુજરાતીમાં સત્યાગ્રહ પત્રિકાનો પ્રારંભ.
૧૯ર૦ – અમદાવાદ મ્યુનિસિપાલીટીની ચૂંટણીમાં કોંગ્રેસનો તમામ બેઠકો પર વિજય કોંગ્રેસના ત્રણ લાખ સભ્યો બનાવ્યા. વિલાયતી કપડાનો ત્યાગ-ખાદી અપનાવી.
૧૯ર૧ – ગુજરાત પ્રાંતિક કોંગ્રેસના પ્રથમ અધ્યક્ષ-અમદાવાદ ખાતે મળેલ છત્રીસમાં કોંગ્રેસ અધિવેશનની સ્વાગત સમિતિના અધ્યક્ષ.
૧૯રર – ગુજરાત વિદ્યાપીઠની સ્થાપના માટે રંગુનથી રૂપિયા દસ લાખનું ફંડ મેળવ્યું.
૧૯ર૩ – નાગપુરમાં સફળ ઝંડા-સત્યાગ્રહ. બોરસદ તાલુકાને માથે નખાયેલો મુંડકરવેરો રદ્દ કરાવ્યો. બોરસદના સુબાનું બિરૂદ.
૧૯ર૪ – અમદાવાદ મ્યુનિ.ના પ્રમુખ ચૂંટાયા.
૧૯ર૭ – ગુજરાતમાં અભૂતપૂર્વ રેલસંકટ. સરકાર પાસેથી રાહત માટે એક કરોડ મેળવ્યા, અમોધ સિધ્ધિ.
૧૯ર૮ – અમદાવાદ મ્યુનિસિપાલટીની પ્રમુખ પદેથી રાજીનામુ. બારડોલી સત્યાગ્રહનો આરંભ. સરદારનું બિરૂદ. કલકતાના કોંગ્રેસના અધિવેશનમાં સ્વાતંત્ર્ય લડતના સરદારનું અનેરૂ બહુમાન.
૧૯૩ર – સરકાર વિરોધી આંદોલનમાં નેતૃત્વ લેવા બદલ જાન્યુઆરીમાં યરવડા જેલમાં ગાંધીજી સાથે ૧૬ માસ નજરકેદ, નવેમ્બરમાં માતા લાડબાઈનું કરમસદ ખાતે અવસાન.
૧૯૩૩ – ૧લી ઓગસ્ટે નાસિક જેલમાં બદલી. મોટાભાઈ વિઠ્ઠલભાઈનું ર૩ ઓક્ટો. સ્વીટઝરલેન્ડમાં અવસાન.
૧૯૩૪ – કાઠીયાવાડ રાજકિય પરિષદના પ્રમુખસ્થાને.
૧૯૪૦ – ગાંધીજીના સ્વાતંત્ર્ય સંગ્રામમાં આગેવાનીભર્યો ભાગ લેતા નવે.૧૮ના રોજ સાબરમતી જેલમાં, પછી પૂનાની યરવડા જેલમાં.
૧૯૪૧ – ર૦ ઓગષ્ટ, નાદુરસ્ત તબિયતને કારણે જેલમાંથી મુક્તિ.
૧૯૪ર – ઓગસ્ટ-૮ના રોજ મુંબઈની બેઠકમાં હિંદ છોડો લડતને અનુમોદન માટે ધરપકડ. મહારાષ્ટ્રના અહમદનગર કિલ્લામાં કેદી તરીકેને ત્યાં જ ૧૯૪૪ સુધી કેદ.
૧૯૪પ – પુનાની યરવડા જેલમાં ખસેડાયા. ૧પ જૂને મુક્તિ.
૧૯૪૬ – ભારતની બંધારણ સભામાં પ્રથમ વખત ભાગ.
૧૯૪૭ – ચોથી એપ્રિલના રોજ વલ્લભ વિદ્યાનગર ખાતે વિઠ્ઠલભાઈ પટેલ મહાવિદ્યાલયનું ઉદ્દઘાટન.
– જુલાઈ પાંચના રોજ સરદારના અધ્યક્ષ પદે દેશી રાજ્યોની સમસ્યાના ઉકેલ માટે નવા-રિયાસતી ખાતાની રચના-દેશના તમામ રાજ્યો-રાજાઓએ સ્વતંત્રતાને સુદ્રઢ બનાવવા અનુરોધ.
– ૧પ ઓગસ્ટે ભારતનો સુર્યોદય-નાયબ વડાપ્રધાન અને ગૃહમંત્રી.
– સોમનાથ મહાદેવની પૂનઃ પ્રતિષ્ઠાનો સંકલ્પ.
૧૯૪૮ – ફેબ્રુઆરી-૧પ ભાવનગર ખાતે સૌરાષ્ટ્ર સંઘની સ્થાપના. એપ્રિલ-૭ મેઘપુર, જયપુર, બિકાનેર, જેસલમેર, ઉદેપુર, ભરતપુર રાજ્યોના બનેલા રાજસ્થાન સંઘનું ઉદ્દઘાટન.
– એપ્રિલ-રર ગ્વાલિયર, ઈન્દોર, મધ્ય ભારતના તેવીસ દેશી રાજ્યોના રાજાઓને સંઘ બનાવવા સંધિપત્ર પર હસ્તાક્ષર.
– નવેમ્બર-૧૩ નાગપુર યુનિવર્સિટી, નવેમ્બર-રપ બનારસ યુનિવર્સિટી અને નવેમ્બર-ર૭ના રોજ અલ્હાબાદ યુનિવર્સિટીએ ડોક્ટર ઓફ લોઝની પદવી આપી.
૧૯૪૯ – ફેબ્રુઆરી-ર૬ ઉસ્માનિયા યુનિ.એ ડોક્ટર ઓફ લોઝની ઉપાધિ આપી.
– ઓક્ટો ૭ થી નવેમ્બર-૧પ વડાપ્રધાન જવાહરલાલ નહેરૂ અમેરિકા, કેનેડા, બ્રિટનની મુલાકાતે ગયા ત્યારે કાર્યકારી વડાપ્રધાન તરીકે કામગીરી.
૧૯પ૦ – સપ્ટેમ્બર-ર૦ પીટર નાસિક ખાતે કોંગ્રેસ અધિવેશનમાં હાજરી.
– ડિસેમ્બર-૧પના રોજ સવારે ૯-૩૭ વાગે મુંબઈમાં ટુંકી માંદગી બાદ અવસાન.

Previous articleશહેરની બન્ને બેઠકો ભાજપ જીતશે : સનત મોદી, જિલ્લાની સાતેય બેઠકો કોંગ્રેસ જીતશે : ઝવેર ભાલીયા
Next articleમતદાન જાગૃત્તિ