શિયાળબેટના લોકોને ર રૂા. કિલો રેશનના ઘઉ લેવા જવા માટે રૂા.૬૦નો થતો ખર્ચ !

746
guj16122017-2.jpg

અરબી સમુદ્રના ટાપુ શિયાળબેટની ૧૦ હજારની વસ્તીને ૪૦ કિ.મી. જાફરાબાદ જવા વાયા રાજુલા તોય ધરમના ધક્કા બજારમાં ર થી ૩ રૂપિયે મળતું સસ્તુ સરકારી અનાજ મેળવવા પ૦ થી ૬૦નો ખર્ચ શિયાળબેટ ગામમાં જ રેશનીંગ આપવા વર્ષોથી માંગ કરતા સરપંચ હમીરભાઈ પણ આજ સુધી પરિણામ ન આવતા રોષ ફેલાયો છે.
જાફરાબાદના અરબી સમુદ્રના ટાપુ અને ૧૦,૦૦૦ ઉપરાંત વસ્તી ધરાવતા ટાપુની જનતા રેશનીંગ માટે સોના કરતા ઘડામણ મોંઘા જેવો ઘાટ સર્જાયો છે. શિયાળબેટના લોકો રેશનીંગ જાફરાબાદ હોય ત્યાં લેવા જતા સરકારી બજાર ભાવે મળતું ર થી ૩ રૂપિયે કિલો તેને મેળવવા હોડીમાં ર૦ થી રપ મીનીટ દરિયો પાર કરી પીપાવાવ પોર્ટની ભાંગલી તુટલી જેટી ઉપર જીવના જોખમે ચડવું-ઉતરવું ત્યારબાદ ત્યાંથી પ્રાઈવેટ વાહનમાં રાજુલા આવવું ત્યાંથી ૩પ રૂપિયા ટીકીટ ખર્ચી જાફરાબાદ જવું તોય ત્યાં ગયા પછી ધરમના ધક્કા પણ થાય. વળી પાછુ એના એ જ દી લોકો કંટાળી જઈ રેશનીંગ લેવા પણ જતા બંધ થઈ ગયા છે. ર થી ૩ રૂપિયાને બદલે ર૦૦-૩૦૦ રૂપિયા મંજુરી જતી કરવી ઉપરાંત ૭૦ થી ૮૦ રૂપિયાનો ખર્ચ અને ટાઈમ વેડફાઈ જતા લોકોઅ સરપંચ હમીરભાઈ, ઉપસરપંચ જંડુરભાઈ, રૂપસંગભાઈ દ્વારા અનેક વખત રેશનીંગ અમારા ગામમાં આપવા રજૂઆત કરી કે ભલે આઠ દિવસે એકવાર રેશનીંગની દુકાન ખોલે તે પોસાશે પણ આ ૩૦૦-૪૦૦નો ડામ કેમ પોસાય માટે વહેલી તકે શિયાળબેટમાં રેશનીંગ કેન્દ્ર આપો નહીતર શિયાળબેટને સરકારી ચોપડેથી બાદ કરો તેવો આક્રોશ જનતા દ્વારા સરપંચ હમીરભાઈ દ્વારા આખરી વાર રજૂઆત કરીએ છીએ. સરકારની મહેરબાનીથી ખુદ મુખ્યમંત્રી રૂબરૂ આવી ર૧ કરોડના ખર્ચે વિજળી લઈ આવી શિયાળબેટમાં લોકાર્પણ કરતા હોય ૩૦ કરોડ પીવાના પાણી નર્મદા યોજના શિયાળબેટમાં મંજુર કરતા હોય પણ તેમાં ખાવું શું એકલી મચ્છી ? મચ્છ ઉદ્યોગ સાથે જ ધંધો હોય અને પ૦-પ૦ નોટીમાઈલ ઉડે દરિયામાં મોતના મોઢામાં જતા હોય ત્યારે રેશન લેવા જાફરાબાદના ધક્કા કોણ ખાય ?

Previous articleશક્તિધામ વાલબાઈમાંના આશ્રમે બુધવારે સોનલબીજની ઉજવણી થશે
Next articleસિહોરની પાટીયાવાળી શેરીમાં ગંદકીના થર : લોકોને પસાર થવામાં પરેશાની