સગીરા પર સામુહીક દુષ્કર્મના ગુન્હામાં સાતને સજા

718
bvn16122017-4.jpg

ભાવનગર શહેરનાં ભરતનગર વિસ્તારમાં ૨૦૧૨માં વિપ્ર સગીર પર દુષ્કર્મ થયાનો ઘોઘારોડ પોલીસમથકમાં ૧૨ શખઅસો વિરૂધ્ધ ગુન્હો નોંધાયો હતો જે દુષ્કર્મ કાંડે સમગ્ર શહેરમાં ચકચાર મચાવી દીધી હતી જે બનાવ અંગેનો કેસ આજરોજ અત્રેની કોર્ટમાં ચાલી જતાં સાત શખ્સોને સજા ફટકારવામાં આવી છે જ્યારે પાંચ શખ્સોને નિર્દોષ જાહેર કર્યો છે.
ભરતનગરની સગીરાપર સમુહિક દુષ્કર્મ કેસે સમગ્ર શહેરમાં ભારે ચકચાર મચાવી હતી આજથી પાંચ વર્ષ પૂર્વે બનેલી ઘટનામાં આજરોજ કોર્ટ ન્યાય કર્યો છે. જેમા મુખ્ય ત્રણ આરોપીને છ વર્ષની સજા ફરાવી છે. જ્યારે અન્ય ચારને અલગ સજા તથા દંડ ફટકારવામાં આવ્યો છે. જ્યારે પાંચ શખ્સોને નીર્દોષ જાહેર કરાયા છે. દંડની રકમમાંથી રૂા.૫૦ હજાર સગીરાને આપવા કોર્ટે હુકમ જારી કર્યો છે.
સમગ્ર પ્રકરણની મળતી વિગતો મુજબ શહેરનાં ભરતનગર વિસ્તારમાં ૧૩ વર્ષની વિપ્ર સગીરાં તેના મિત્ર સાથે બાઈક પર જતી હતી તે વેળાએ આ વિસ્તારમાં રહેતા હનુ નગાભાઈ, વિપુલ ભૂપતભાઈ ગોહિલ અને લાખા કમાભાઈ સાટીયાએ તેઓને અટકાવી સામુહિક દુષ્કર્મ આચર્યુ હતું. અને સગીરાના મીત્રને મારમારી મોબાઈલ, રોકડ તેમજ બાઈકની લૂંટ ચલાવી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. આ બનાવ અંગે સગીરા કે તેનો મિત્ર પોલીસમાં ફરીયાદ ન કરે તે માટે જસા ટપુભાઈ મારૂ, સંજય લક્ષ્મણભાઈ ગોહિલ, તુષાર ઉપેન્દ્રભાઈ ત્રિવેદી, ગોપાલ ઓધવજીભાઈ પરમાર, ભરત ઉર્ફે લાબો દેવાભાઈ મેર, ભૂપત નાનુભાઈ ગોહેલ, દિપક ઉર્ફે લસણ ભરતભાઈ કારીયા, નીલેષ ભોપાભાઈ ચાવડા, અને રવિ મેપાભાઈ ચાવડાએ ધાક-ધમકીઓ આપી હતી. આ બનાવથી સમગ્ર શહેરમાં ભારે ચકચાર ફેલાવી હતી. પોલીસ દ્વારા સગીરાને હીંમત આપી હતી. અને કોઈ માથાભારેને છોડવામાં નહી આવે તેમ જણાવ્યું હતું બાદ સગીરાએ બનાવનાં ૧૧ દિવસ બાદ ૧૨ શખ્સો વિરૂદ્ધ બી.ડીવીઝન પોલીસમાં ફરીયાદ આપતા પોલીસે આઈ.પી.સી. ૩૫૧, ૩૬૫, ૩૬૪ એ, ૩૭૬, ૩૪૨, ૪૫૦, ૧૨૦ બી ૧૩૫, ૨૦૧ મુજબ ગુનો નોંધી એક પછી એક બારેય આરોપીઓને ઝડપી લઈ કોર્ટમાં રજુ કરી રીમાન્ડ મેળવ્યા હતા અને જેલ હવાલે કર્યા હતા. આ બનાવ અંગે અત્રેની બીજી એડીશ્નલ કોર્ટમાં સરકારી વકીલ ભરતકુમાએ ધારદાર દલીલો ૯૪ દસ્તાવેજી પુરાવા, ૬૬ સાક્ષીઓની જુબાની લેવામાં આવી હતી. જે બીજી એડીશ્નલ સેશન્સ જજ આર.આઈ ગનેરીવાલ સરકારી વકીલની દલીલોને માન્ય રાખી દસ્તાવેજી પુરાવા, સાક્ષીઓને ધ્યાને લઈ હનુ નગાભાઈ કસોટીયા, લાખા કમાભાઈ સાટીયા, વિપુલ ભૂપતભાઈ ગોહિલને કલમ ૩૭૬/૨ (જ) મુજબ સહિતની કલમોમાં દોષીત ગણાવી છ વર્ષની સખ્ત કેદની સજા ફરમાવી છે.
જ્યારે આજ કેસનાં અન્ય આરોપી તુષાર ઉપેન્દ્રભાઈ ત્રિવેદી, જશા ટપુભાઈ અને સંજય લક્ષ્મણભાઈને આઈ પી.સી. ૩૬૩ સહિતની અન્ય કલમોમાં દોષીત જાહેર કરી ત્રણ વર્ષની સજા ફટકારી છે. પુરાવાનો નાશ કરવા બદલ ભૂપત નાનુભાઈ ગોહિલને બે વર્ષની સજાનો હુકમ કરાયો છે. જ્યારે ભરત ઉર્ફે લાલો દેવાભાઈ મેરને શંકાનો લાભ આપ્યો છે. તેમજ ગોપાલ ઓધવજીભાઈ પરમાર, દિપક ઉર્ફે લસણ ભરતભાઈ કારીયા નીલેષ ભોપાભાઈ ચાવડા, અને રવિ મેપાભાઈ ચાવડાને જજે નીર્દોષ જાહેર કર્યા છે. સજા પામેલ ગુનેગારોને વિવિધ કલમો મુજબ દંડ ફટકારવામાં આવ્યો છે જેમાથી ૫૦ હજાર ભોગ બનનાર સગીરાને વળતર પેટે આપવા જજ ગનેરીવાળએ હુકમ કર્યો છે.

Previous articleપાલીતાણા ખાતે મંડપ સર્વિસના ગોડાઉનમાં વિકરાળ આગ ભભૂકી
Next articleભાજપના અહંકારીઓની હાર થશે : હાર્દિક પટેલે કરેલો દાવો