પાલીતાણા ખાતે મંડપ સર્વિસના ગોડાઉનમાં વિકરાળ આગ ભભૂકી

1260
bvn16122017-6.jpg

પાલીતાણા-તળાજા રોડ પર આવેલ મંડપ સર્વિસના ગોડાઉનમાં વહેલી સવારે વિકરાળ આગ ભભૂકી ઉઠી હતી. આગનું સ્વરૂપ એટલું વિકરાળ હતું કે તેને ઓલવવા પાલીતાણા, ગારિયાધાર, તળાજા અને ભાવનગર ફાયર ફાઈટરોએ ભારે જહેમત બાદ ઓલવી હતી. આગમાં લાખોનું નુકશાન થયાનું જાણવા મળ્યું હતું.
પાલીતાણા-તળાજા રોડ પર આવેલ ભાગ્યોદય મંડપના ગોડાઉનમાં ભીષણ આગ લાગી હતી તેની જાણ થતા ગોડાઉન માલિકે પાલીતાણા નગરપાલિકા ફાયર ફાઈટરને ફોન દ્વારા જાણ કરી હતી. ત્યારબાદ ફાયર ફાઈટરે આગ પર કાબુ મેળવવા માટે ઘણો પ્રયત્ન કર્યો હતો પણ આગ એટલી વિકરાળ હતી કે આ આગ ઓલવા માટે બે કરતા પણ વધારે ફાયર ફાઈટરની જરૂર હોવાથી પાલીતાણા નગરપાલિકાના ફાયર ઓફિસર દિલુભા ગઢવીએ ભાવનગર ગારિયાધાર અને તળાજાના ફાયર ફાઈટરને બોલાવા પડ્યા હતા તેમજ આ આગની જાણ પાલીતાણાના ડે કલેક્ટર એમ.પી. પટેલ, મામલતદાર કે.કે. પંડયા, નાયબ મામલતદાર રામભાઈ તથા પોલીસ ઘટનાસ્થળે દોડી આવ્યા હતા. કલાકોની ભારે જહેમત બાદ આગ પર કાબુ મેળવાયો હતો. આ આગમાં ગાદલા મંડપની વળીઓ ટેબલ ખુરશી કારપેટ સહિતનો માલ-સામાન બળીને ખાખ થયો હતો અને અંદાજીત રૂા.૧૦,૦૦૦૦નું નુકશાન થયું છે.