પાલીતાણામાં રાજ્યકક્ષાના યુવા ઉત્સવનો પ્રારંભ

984
bvn17122017-1.jpg

રમત-ગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ ગાંધીનગરના ઉપક્રમે પાલિતાણા એજ્યુકેશન સોસાયટી સંચાલિત પી.એન.આર.શાહ મહિલા આર્ટસ એન્ડ કોમર્સ કોલેજના સહયોગથી જિલ્લા વહીવટી તંત્ર અને જિલ્લા રમત ગમત અધિકારી કચેરી-ભાવનગર શહેર સંચાલિત રાજ્યકક્ષાની યુવા ઉત્સવ સ્પર્ધાનુ ભાવનગરના પાલિતાણા ખાતે બે દિવસ આયોજન કરવામાં આવ્યું.
ભાવનગર જિલ્લાના પાલિતાણા શહેરના તળેટી રોડ પર આવેલ પી.એન.આર.શાહ મહિલા કોલેજ ખાતે તા. ૧૬ થી ૧૭ ડીસેમ્બર દરમિયાન રાજ્યકક્ષાની યુવા ઉત્સવ સ્પર્ધાનુ આયોજન કરવામાં આવેલ છે.
 બપોરના ૧.૩૦ કલાકે યુવા ઉત્સવનો પ્રારંભ થયો, જેમાં ભાવનગર, રાજકોટ,અમદાવાદ, સુરત, વડોદરા, કચ્છ-ભૂજ સહિતના જિલ્લાના આશરે ૮૦૦ થી ૯૦૦ કલાકારો ભાગ લીધો હતો.
આ સ્પર્ધામાં જુદા જુદા જિલ્લાના પપ નિર્ણાયક અને ૩૦ વ્યવસ્થાપકઓ હાજર રહ્યા હતા. રાજ્યકક્ષાના યુવા ઉત્સવમાં કથ્થક, લોકનૃત્ય, સમૂહગીત,લગ્નગીત, લોકગીત, એકપાત્રીય અભિનય, વકતૃત્વ, શીધ્ર વકતૃત્વ,તબલા, ભજન, લોક વાર્તા, લોકવાદ્ય,નિબંધ, ચિત્રકલા, એકાંકી, સર્જનાત્મક કારીગરી સહિત ૩૩ સ્પર્ધાનુ આયોજન કરવામાં આવેલ છે. આ સ્પર્ધામાં ઝોનકક્ષાએ પ્રથમ અને દ્રિતીય ક્રમ મેળવનાર કલાકાર ભાગ લીધો હતો. 
રાજ્યકક્ષાની યુવા ઉત્સવ સ્પર્ધામાં એક ભારત શ્રેષ્ઠ ભારત અંતર્ગત છત્તીસગઢ રાજ્યની ટીમ લોકનૃત્ય રજુ કરશે. આ કલાકારોની ટીમ છત્તીસગઢથી આવી છે અને આ નૃત્ય નિહાળવુ એક લાહવો બની રહ્યું હતું. 
આ રાજ્યકક્ષાની યુવા ઉત્સવ સ્પર્ધામાં ગુજરાત રાજ્યના ચાર ઝોનના પ્રથમ અને દ્રિતીય ક્રમે વિજેતા થયેલ કલાકાર ભાગ લેશે, જેમાં સૌરાષ્ટ્ર ઝોન, ઉત્તર ગુજરાત ઝોન,મધ્ય ગુજરાત ઝોન અને દક્ષિણ ગુજરાત ઝોનનો સમાવેશ થાય છે. આ કલાકારો વચ્ચે સ્પર્ધા જીતવા ખરાખરીનો જંગ જામ્યો હતો.