ભુંભલી કન્યાશાળામાં વાલી મીટીંગ યોજાઈ

1347
bvn17122017-3.jpg

જિલ્લા શિક્ષણ સમિતિ ભાવનગર સંચાલિત ભૂંભલી કન્યાશાળા ખાતે તાજેતરમાં વાલી મીટીંગનું આયોજન થયુ હતું. જેમાં શેક્ષણિક પ્રવાસ, વિદ્યાર્થીનિઓની પ્રગતિ, યુનિફોર્મ, નવોદય પરીક્ષા, ખેલ મહાકુંભમાં વિજય, શાળામાં નિયમિતતા, યુનિટ ટેસ્ટ જેવા વિવિધ વિષયો પર ચર્ચા વિચારણા કરવામાં આવી હતી. જેમાં વિશાળ સંખ્યામાં વાલીઓની પ્રેરક ઉપસ્થિતી રહી હતી.