રાજુલામાં ર૦ વર્ષના ભાજપના શાસનનો અંત : હીરાભાઈ હાર્યા

739
guj-19-12-2017-5.jpg

૯૮ રાજુલા વિધાનસભામાં ર૦ વર્ષના ભાજપના શાસનનો અંત આવ્યો છે.ભાજપના ધુરંધર મહારથી હીરાભાઈ સોલંકીને ૧રપ૮ર જેવા અધધ મતે હરાવી અંબરીશભાઈ ડેરે ર૦ વર્ષના શાસનનો અંત આણ્યો હતો. પ૦૦૦ જનમેદની દ્વારા સ્વાગત-ફટાકાનો ધમધમાટ થયો હતો.
રાજુલા ૯૮ વિધાનસભા ન ભૂતો ન ભવિષ્યતી જેવો હીરાભાઈ સોલંકીના ગઢમાં કાંગરા ખેરી નાખતા અંબરીશભાઈ ડેર સવારથી જ મતગણતરી આગળ ૧૦,૦૦૦ ઉપર જ રહ્યાં કોળી સમાજની જ બહુમતી વિસ્તારમાં અંબરીશ ડેર ૧રપ૮ર મતે વિજેતા થતા અમરેલીથી તેના ગુરૂસ્થાન નેમીનાથબાપુના આશ્રમે ધનસુખનાથ ગુરૂના ચરણોમાં તેમજ માયાભાઈ આહિરની માનતા જાગતી આદ્યશક્તિમાં મોગલના દરબાર ભગુડા ગામે સીધા જ ગયા ત્યારબાદ રાજુલા શહેરના દરેક રાજમાર્ગો પર હજારોની સંખ્યામાં જનમેદની ઉભરાઈ ગઈ. ઢોલ નગારા ત્રાસ વાજીંત્રો એરગન ફટાકડાના ધુબાકા હજુ રાજુલા શહેરમાં હજુ સંભળાય છે. અંબરીશભાઈ ડેરની સાથે પહેલેથી જ રહી જીત સુધી જેમ અર્જુનજીના સારથી કૃષ્ણ પરમાત્મા બનેલ તેમ અંબરીશભાઈના સારથી બાબુભાઈ રામે રાત દિવસ જોયા વિના અંબરીશભાઈનો જીત સુધી સાથ ન છોડ્યો તેમજ તેમના સાથી બાબુભાઈ જાળોંધરા, ચેતનભાઈ ભુવા, હરેશભાઈ ડેર, કોંગ્રેસ તાલુકા પ્રમુખ દિપક જાલોંધરા, શહેર પ્રમુખ છત્રજીતભાઈ ધાખડા, જિલ્લા સંગઠન મંત્રી દાદાભાઈ બારોટ, બાબાજાનભાઈ મોરંગી, આલીંગભાઈ કોટીલા, મનુભાઈ કોટીલા, કરણભાઈ એનએસયુઆલના તમામ સાથીઓએ ખુબ જ જહેમત ઉઠાવ્યાની આ જીત છે તેમજ આવનાર દિવસોમાં સર્વજ્ઞાતિના આગેવાનો સાથે મળી ગંભીર પ્રશ્નોના ઉકેલ લાવીશું તેમ આજે તેના નિવેદનમાં ટુંકમાં જ વાત કરેલ.