સલમાનની બહેનના સસરા હિમાચલની મંડી બેઠક પરથી જીત્યા

707
gandhi19-12-2017-1.jpg

સલમાન ખાનની બહેન અર્પિતા ખાન શર્માના સસરા અનિલ શર્મા હિમાચલ પ્રદેશની મંડી વિધાનસભા બેઠક પરથી ચૂંટણી જીત્યા છે. અનિલ શર્મા ભાજપ તરફથી ચૂંટણી લડ્યા હતા. મહત્વપૂર્ણ છે અનિલ શર્મા અગાઉ કોંગ્રેસમાં હતા તેઓ આ વર્ષે જ ભાજપમાં જોડાયા હતા. અનિલ શર્મા વીરભદ્ર સિંહની સરકારમાં પણ કેબિનેટ મંત્રી રહ્યા છે. તેમના પિતા પૂર્વ કેન્દ્રીય મંત્રી સુખરામ છે.
અનિલ શર્માએ કોંગ્રેસ સાથે છેડો તેમની અવગણના થતી હોવાના કારણે ફાડ્યો હતો. તેમના પરિવારની થતી અવગણનાને કારણે તેઓ કોંગ્રેસથી નારાજ હતા. ઉલ્લેખનીય છે કે અનિલ શર્માના પુત્ર આયુષ સાથે સલમાન ખાનની બહેન અર્પિતા ખાનના લગ્ન ૧૮ નવેમ્બર ૨૦૧૪ના રોજ થયા હતા. હવે ટુંક સમયમાં સલમાન ખાન આયુષને બોલિવૂડમાં લોન્ચ કરશે.

Previous article પ્રદેશ પ્રમુખ વાઘાણીનું વિજય સરઘસ નિકળ્યું…
Next article રાજુલામાં ર૦ વર્ષના ભાજપના શાસનનો અંત : હીરાભાઈ હાર્યા