રાજુલાના તાલુકા પંથકમાં મા નર્મદા મહોત્સવ યોજાયો

1506
guj1192017-3.jpg

સંસદીય સચિ હિરાભાઈ સોલંકીની અધ્યક્ષતામાં આજે બાર ગામોમાં જય નર્મદે જય સર્વદેના નાદ સાથે બાબરીયાધાર, મેરીયાણામાં તેમજ અનેક ભાજપના ધુરંધરોની હાજરીમાં મહાસભાઓ યોજાઈ.
સંસદીય સચિવ હિરાભાઈ સોલંકીની અધ્યક્ષતા તાલુકાના ૧ર ગામોમાં જય નર્મદે જય સર્વદેના નાદ ગુંજ્યા. બે તાલુકાના તાલુકા પ્રમુખના આંગણે મા નર્મદા મૈયા પહોંચ્યા. તાલુકા પંચાયત પ્રમુખ વલ્કુભાઈના ગામ મેરીયાણા તથા તાલુકા ભાજપ પ્રમુખના ગામ બાબરીયાધારમાં પહોંચી મા નર્મદાના મહાકુંભ રથના સામૈયા નાની બાળાઓએ શણગારેલ સામૈયાથી મા નર્મદા મૈયાને વધાવ્યા તેમજ ગામોમાં સભાઓનું આયોજન બાદ મહાપ્રસાદનું પણ આયોજન થયું. 
જેમાં જિલ્લા મહામંત્રી રવુભાઈ ખુમાણ, શુકલભાઈ બલદાણીયા, વલ્કુભાઈ બોસ, બાબરીયાધારના સરપંચ અનિલભાઈ લાડુમોર તેમજ ભોળાભાઈ લાડુમોર, પ્રમુખ તેમજ મહા નર્મદા કુંભને વધાવવા ઠેર-ઠેર સ્વાગત સામૈયામાં જિલ્લા પંચાયત અરજણભાઈ લાખણોત્રા, મોટી ખેરાળી સરપંચ દડુભાઈ એચ. જાજડા સહિત બાર ગામોના સરપંચો હાજર રહી મા નર્મદા મહાકુંભને વધાવ્યા અને આરતી ઉતારવામાં આવી હતી.

Previous articleગાંધીનગરમાં દબાણ, ટ્રાફીક, પાર્કીંગ સમસ્યા હલ થવાનું નામ લેતી નથી
Next articleઉના તાલુકામાં મા નર્મદારથનું ઉમળકાભેર સ્વાગત-પૂજન