ઉના તાલુકામાં મા નર્મદારથનું ઉમળકાભેર સ્વાગત-પૂજન

1157
guj1192017-2.jpg

ગીર-સોમનાથ જિલ્લાનાં ઉના તાલુકામાં સૈાથી વધુ ગામોમાં લોકમાતા  નર્મદાનું પાણી પહોચાડવામાં આવે છે. આજે નર્મદા રથયાત્રા સીમાસીથી શરૂ થઇ રેવદ, રાણવંશી, ચીખલી, લેરકા, સોખડા, માઢગામ ખાતે આવી પહોંચતા ગ્રામજનોએ ઉમળકાભેર સ્વાગત – પૂજન કર્યં હતું. શાળાનાં વિદ્યાર્થીઓ, ગ્રામજનો અને નર્મદા રથયાત્રમાં સહભાગી મહાનુભાવોએ નર્મદા મૈયાની આરતી ઉતારી હતી. આ પ્રસંગે ગ્રામજનોએ જણાવ્યું હતું કે, અમોને મા નર્મદાનું પાણી મળે છે. આજે મા નર્મદાનાં સાક્ષાત દર્શન કરી ધન્યતા અનુભવીએ છીએ. ઉના તાલુકાનાં દરીયાકાંઠાનાં વિસ્તારોમાં નર્મદા નીર લોકો માટે આશીર્વાદરૂપ બન્યા છે.આ તકે સંસદીય સચિવ જેઠાભાઇ સોલંકીએ જણાવ્યું હતું કે, ઉના તાલુકાનાં ૫૬ ગામોને મા નર્મદાનું પાણી મળે છે. રાજ્યસરકાર લોકોની સુખાકારી માટે ચિંતીત છે. જેથી નર્મદાના નીર અંતરીયાળ ગામોમાં પાઇપલાઇન દ્વારા પહોચાડવામાં આવ્યા છે. જેનો ઉપયોગ આપણે કરકસર થી કરવો જોઇએ. પાણીનો બગાડ અટકાવવા જેઠાભાઇએ લોકોને અનુરોધ કર્યો હતો.
આ તકે ગોપાલક બોર્ડનાં ઉપાધ્યક્ષ દિનેશભાઇ ટોળીયા, અગ્રણી ઉકાભાઇ, બાંભણીયા, રામભાઇ વાળા, સામતભાઇ સારણીયા, પ્રાંત અધિકારી પ્રજાપતિ, પાણી-પૂરવઠા કાર્યપાલક ઇજનેર સીંઘલ, મામલતદાર મહાવદીયા, તાલુકા વિકાસ અધિકારી ત્રિવેદી સહિતનાં ઉપસ્થિત રહ્યા હતા.

Previous articleરાજુલાના તાલુકા પંથકમાં મા નર્મદા મહોત્સવ યોજાયો
Next articleધંધુકાના બાજરડા ખાતે નર્મદા મહોત્સવ યોજાયો