જવાહર મેદાનમાં પ દિવસીય હરજી-વન નેચર ફિએસ્ટાનો આજથી પ્રારંભ કરાશે

775
bvn22122017-9.jpg

સમગ્ર વિશ્વમાં પર્યાવરણ અંગે ચિંતીત છે. વૃક્ષો ઉછેરવા પર ખુબ ધ્યાન આપવામાં આવી રહ્યું છે. તેમાં ભાગીદાર થવા અને પર્યાવરણને બચાવવાના ઉદ્દેશથી હરજી-વન ખેત અને બાગાયત સેવા સંસ્થા દ્વારા તા.રર થી ર૬ ડિસેમ્બર દરમ્યાન જવાહર મેદાન ખાતે હરજી-વન નેચસર્સ ફિએસ્ટા ર૦૧૭ (લાઈવ સ્ટોક-એગ્રીકલ્ચર-ગાર્ડનીંગ શો)નું આયોજન થઈ રહ્યું છે. જેમાં રંગ-બેરંગી સીઝનલ ફલાવર્સ તેમજ વૃક્ષ-ફુલ છોડનું ભવ્ય પ્રદર્શન યોજવામાં આવનાર છે. આ ફિએસ્ટામાં ફાર્મને લગતા વાહનો, ઓટોમોબાઈલ્સ, ઓર્ગેનીક પ્રોડક્ટસ તેમજ ખેતી અને બાગાયતના ઓજારને પણ પ્રદર્શિત કરવામાં આવશે. પાલતું પ્રાણીનું ચેકઅપ તેમજ માર્ગદર્શન પુરૂ પાડવામાં આવશે. ગુજરાતી કૃષિ યુનિ. તેમજ અન્ય એક્સપર્ટ દ્વારા આ ક્ષેત્રમાં વિદ્યાર્થીઓને અભ્યાસ માટે રહેલી તક અંગે માર્ગદર્શન આપશે. આ ઉપરાંત સંસ્થા દ્વારા વિદેશના ગાર્ડન તેમજ કૃષિ ક્ષેત્રે જરૂરી માર્ગદર્શન પણ પુરૂ પાડવામાં આવશે. ભાવનગરના નાગરીકો માટે ડોગ શો, ચિત્ર સ્પર્ધા, બોન્સાઈ, ઈકીબાના, કીચન ગાર્ડન, ટેરેસ ગાર્ડન, ઈન્ડસ્ટ્રીયલ ગાર્ડનની પણ સ્પર્ધા યોજવાની છે. શોમાં પાલતું પ્રાણીઓના શોખીનો પોતાના પ્રાણીને સ્પર્ધામાં ભાગ લેવા તથા ડેમોન્સ્ટ્રેશન માટે લાવી શકાશે. ઘર વપરાશના અંતે વધતા કચરામાંથી પણ સેન્દ્રીય ખાતર કઈ રીતે બનાવવું તે નિદર્શન કરવામાં આવશે. વિવિધ નર્સરીઓ, ઓર્ગેનીક ખાતર બનાવતી કંપનીઓ તેમજ નેચરલ લેન્ડસ્કેપીંગ શોમાં આકર્ષક બની રહેશે તેમ બાગાયત નિષ્ણાંત વિક્રમભાઈ બારૈયા દ્વારા જણાવાયું છે.

Previous articleશાંતાક્લોઝ કેપનું શહેરમાં વેચાણ
Next articleઠંડીમાં ઠુઠવાતા ગરીબ પરિવારો