હીંડોરણા પોલીસ ચોકી સામેથી જ મહાકાય સિમેન્ટ બલ્કરની ચોરી

728
GUJ23122017-3.jpg

રાજુલા પોલીસ ચોકી સામે મોટો પડકાર હિંડોરણા પોલીસ ચોકી સામેથી જ મહાકાય સિમેન્ટ બલ્કરની રૂા.૧ર લાખના ટ્રકને રાત્રિએ કોઈ ઉઠાવી ગયું હતું. કાઠી ક્ષત્રિય લાલભાઈ મરમલ દ્વારા ફરિયાદ થતા પી.આઈ. યુ.ડી. જાડેજાની સુચના મુજબ શરૂ કરાઈ છે.
હીંડોરણા ચોકડી પોલીસ ચોકી સામેથી જ પેટ્રોલ પંપેથી રાત્રિના ૧રના ટકોરે કાઠી ક્ષત્રિય લાલભાઈ કે. મરમલના મહાકાય સિમેન્ટ બલ્કર રૂા.૧ર લાખના ટ્રકને કોઈ જાણીતો પણ અજાણ્યા માણસે ઉઠાંતરી કરી નાસી જતા પોલીસ સામે મોટો પડકાર ઉભો થયો છે. કારણ હીંડોરણા ચોકડીએથી વારંવાર થતી ટ્રકોમાંથી ડીઝલ ચોરી ટ્રકોમાંથી કિંમતી બેટરી, ટેપ જેવી અનેક વસ્તુઓની ચોરી થતી જ રહે છે સામે પોલીસ ચોકી હોવા છતા ચોકીને અલીગઢી તાળા લાગેલા હોય છે. ચોવીસ કલાક ધમધમતો એરીયો ૪-૪ મહાકાય કંપનીનો જબ્બર વિસ્તાર છે છતાં પોલીસ ચોકી ખાલી નામની જ છે. અનેકવાર ડીએસપીને ગાંધીનગર સુધી રજૂઆતો ધારાસભ્ય તરફથી થતી રહી છે તેમજ અનેક કિસ્સાઓને ધ્યાને લઈ વારંવાર અહેવાલ પ્રગટ થયા કરે છે કે રાજુલાને ડીવાયએસપી કચેરી અધિકારી સહિત તાત્કાલિક શરૂ કરો નહીં થતા આવા ગંભીર ગુહાઓ બનતા રહે છે અને આ સિમેન્ટ બલ્કર ટ્રકમાં જીપીએસ સિસ્ટમ પણ હોય છે પણ કોઈ બધી રીતે માહિતગાર હોય અને મુળ બારપટોળી ગામના કાઠી ક્ષત્રિય લાલભાઈ કાળુભાઈ મરમલ તેમજ પી.આઈ. યુ.ડી. જાડેજા સહિતે આજુબાજુનો એરીયો તેમજ આજુબાજુના તાલુકાઓ જેવા કે મહુવા, તળાજા, સાવરકુંડલા, ગારિયાધારથી લઈ ચલાળા, ધારી, ઉના, કોડીનાર સુધી પોલીસ રાહે તપાસનો ધમધમાટ શરૂ કરાયો છે.

Previous articleનર્મદા સિમેન્ટ ફેક્ટરી ખાતે સ્વચ્છતા અભિયાન યોજાયું
Next articleપ્રેસ પ્રતિનિધિ મથુર ચૌહાણના પુત્ર અલ્પેશની સાંસ્કૃતિક પરીક્ષામાં સિધ્ધિ