ત્રિદિવસીય ઉદવાડા ઉત્સવનો પ્રારંભ

689
gandhi24122017-4.jpg

પારસીઓના પવિત્ર સ્થળ વલસાડના ઉદવાડા ખાતે ત્રિદિવસીય ઇરાનશા ઉદવાડા ઉત્સવનો મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણી, કેન્દ્રીયમંત્રી મુખ્તાર અબ્બાસ નકવીની ઉપસ્થિતિમાં પ્રારંભ કરવામાં આવ્યો હતો. ઉદવાડા ઉત્સવ તા.૨પમી ડીસેમ્બર સુધી યોજાશે. 
મુખ્યમંત્રી  વિજયભાઇ રૂપાણીએ આ પ્રસંગે જણાવ્યું હતુ કે, વિશ્વનો સૌથી નાનો સમાજ એ પારસી સમાજ છે. જેણે વિશ્વને તેની સંસ્કૃતિ, ટેકનોલોજી, વિજ્ઞાન, ઉદ્યોગ સહિતના ક્ષેત્રને નવી ઉંચાઇઓ બક્ષી છે. દેશના ગૌરવવંતા પારસીઓએ આન બાન અને શાન સાથે ગુજરાતને વૈશ્વિક સ્તરે ચમકતુ રહે તે માટે યોગદાન આપ્યું છે. જર્મનીમાં શ્યામજી કૃષ્ણવર્મા, સરદાર રાણા અને મેડમ કામાએ ઇ.સ. ૧૯૨પ માં ભારતનો ધ્વજ લહેરાવ્યો હતો. 
 

Previous articleઇન્દ્રોડા પાસેથી પકડાયેલા દારૂનો સુત્રધાર ઝડપાયો
Next articleનવા મંત્રીમંડળમાં જાતિગત સમીકરણનું પ્રભુત્વ રહેશે