જાફરાબાદમાં વાલ્મીકી સમાજ દ્વારા મામલતદારને આવેદનપત્ર અપાયું

864
guj24122017-2.jpg

જાફરાબાદમાં વાલ્મીકી સમાજ દ્વારા આજે આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. તેમાં જણાવવામાં આવ્યું હતું કે, તાજેતરમાં ફિલ્મસ્ટાર સલમાનખાન અને શિલ્પા શેટ્ટી દ્વારા એક જાહેર ઈન્ટરવ્યુંમા વાલ્મીકી સમાજને ગેરબંધારણીય શબ્દોનો ઉપયોગ કરવા બદલ અને ગુજરાત પ્રદેશ તથા ભારત દેશના વાલ્મીકી સમાજને નવા પરિવાઈરૂપે ગાળ સ્વરૂપે અપમાન કરેલું હોય છે જે પુરા ભારત દેશના વાલ્મીકી સમાજની લાગણી દુભાતા વાલ્મીકી સમાજનું જાહેરમાં અપમાન કરેલ હોય તો, તે બદલ તેમના ઉપર કાયદેસરની એટ્રોસીટી એક્ટ અને આઈપીસી ધારાઓ હેઠળ પોલીસ ફરિયાદ દાખલ કરવા માંગણી સાથે જાફરાબાદ તાલુકાના અનુ.જાતિના લોકો દ્વારા મામલતદારને રજૂઆત કરીને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું.