રાજુલામાં ખેડૂતોને પાણી પ્રશ્ને સિંચાઈ અધિકારીઓ સાથે યોજાયેલી મિટીંગ

644
guj24122017-4.jpg

રાજુલા તાલુકાના ખેડૂતો અને સિંચાઈ અધિકારીઓની પાણી બાબતે અગત્યની બેઠક પ્રદેશ ડેલીકેટ મનુભાઈ ધાખડાના અધ્યક્ષ સ્થાને માર્કેટ યાર્ડમાં મળી. જેમાં નવા વરાયેલ ધારાસભ્ય અંબરીશભાઈ ડેર પણ અધિકારીઓને સુચના અપાઈ કે રાજુલા શહેર અને જાફરાબાદ શહેરને પીવાનું પાણી રીઝર્વમાં રાખી સિંચાઈનું પાણી આપવા આદેશ કરેલ.
ગઈકાલે રાજુલા તાલુકાના ખેડૂત આગેવાનો અને સિંચાઈ અધિકારીઓની અતિ ગંભીર પાણી પ્રશ્ને અગત્યની બેઠક ભાજપ ડેલીકેટ મનુભાઈ ધાખડાના અધ્યક્ષસ્થાને માર્કેટ યાર્ડમાં બેઠકનું આયોજન થયું. જેમાં નિર્ણય લેવાયો કે રાજુલા શહેર અને જાફરાબાદ માટે પીવાનું પાણી રીઝર્વમાં રાખી સિંચાઈમાં પાણી આપવા નિર્ણય સર્વ સંમતિથી કરાયો તેમજ નવા વરાયેલ ધારાસભ્ય અંબરીશભાઈ ડેરે પણ અધિકારીઓને આદેશ આપતા એ જ કહ્યું કે, રાજુલા જાફરાબાદને પીવાનું પાણી રીઝર્વમાં રાખી ખેડૂતોને પાણી આપવું. આ તકે ખેડૂત આગેવાન દિલીપભાઈ સોજીત્રા (ધારેશ્વર), રમેશભાઈ ડોબરીયા, બાલાભાઈ સાંખટ, કાનાભાઈ વાણીયા, ડાહ્યાભાઈ સહિત આગેવાનો ઉપસ્થિત રહેલ.

Previous articleજાફરાબાદ ગ્રાહક સુરક્ષા મંડળના પ્રમુખ તરીકે ખારવા સમાજના બાલકૃષ્ણ સોલંકીની વરણી
Next articleજાફરાબાદમાં વાલ્મીકી સમાજ દ્વારા મામલતદારને આવેદનપત્ર અપાયું