એક્સેલ એક્સપ્રેશનમાં બાળકોએ જમાવટ કરી

672
bvn24122017-7.jpg

એક્સેલ ક્રોપ કેર લિ. દ્વારા બાળકોમાં રહેલી શક્તિઓને બહાર લાવવાના હેતુથી દર વર્ષે યોજાતા એક્સેલ એક્સપ્રેશનનો શિશુવિહાર સંસ્થા ખાતે પ્રારંભ થયેલ. જેમાં સમુહ નૃત્ય સહિતની સ્પર્ધાઓમાં બાળકોએ જમાવટ કરી હતી.
એક્સેલ ક્રોપ કેર લિ. દ્વારા આજે શિશુવિહાર સંસ્થા ખાતે એક્સેલ એક્સપ્રેશન-૧૭ અંતર્ગત સુગમ સંગીત, સમાચાર વાંચન, શીઘ્ર વકતૃત્વ સ્પર્ધા, સમુહ નૃત્ય તેમજ લોકગીત સહિતની સ્પર્ધાઓ યોજવામાં આવી હતી. જેમાં સેન્ટ્રલ હોલમાં યોજાયેલી સમુહ નૃત્યમાં જુદી-જુદી ૧૭ ટીમોએ અદ્દભૂત કૌશલ્ય દાખવી રંગભૂમિને થનગનાવી દીધી હતી. ઉચ્ચત્તર માધ્યમિક વિભાગથી સ્પર્ધાઓમાં વિવિધ શાળાના ૧૦૦ ઉપરાંત વિદ્યાર્થીઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો.
સવારે એક્સેલ એકસપ્રેશનના ઉદ્દઘાટન પ્રસંગે જનરલ મેનેજર ડો.એ.જી. મહેતા, ચેરમેન એચ.બી. સૈની, શિશુવિહારના નાનકભાઈ ભટ્ટ સહિત આગેવાનો, આમંત્રિતો ઉપસ્થિત રહ્યાં હતા.

Previous articleમામાકોઠા વિસ્તારમાં વહેલી સવારે યુવતીના ગળામાંથી ચેઈનની ચીલઝડપ
Next articleજ્યોતિ મહિલા વિદ્યાલયનો રમતોત્સવ