જ્યોતિ મહિલા વિદ્યાલયનો રમતોત્સવ

604

શહેરની જ્યોતિ મહિલા વિદ્યાલય દ્વારા આજે ગણેશ ક્રિડા મંડળ ખાતે શાળાની બહેનો માટે શિયાળુ રમતોત્સવનું આયોજન કરાયું હતું. જેમાં આજુબાજુના વિસ્તારની ૭ શાળાઓના બાળકો સહિત ૭૦૦ ખેલાડીઓએ ભાગ લીધો હતો. બાળકોને દોડ, લાંબી કૂદ, ગોળાફેંક, રસ્સાખેંચ, કબડ્ડી, ખો-ખો, પીરામીડ તેમજ મનોરંજનાત્મક સહિત ૧૩ પ્રકારની રમતો રમાડવામાં આવેલ. આ પ્રસંગે જુદી-જુદી શાળાના આચાર્યો, શિક્ષકો, આમંત્રિતો તથા રાજકિય આગેવાનો સહિત ઉપસ્થિત રહ્યાં હતા.