શાળાઓમાં વોટરકુલર આપી માતાની સ્મૃતિ જીવંત રાખતી ત્રણ પુત્રીઓ

744
guj26122017-2.jpg

દામનગર કપોલ વણિક પરિવારની પુત્રીઓ દ્વારા પાણી પાયાના પાંચ પુણ્યને સાર્થક કરવા માતાની પૂર્ણય સ્મૃતિમાં શહેરની ત્રણ સરકારી પ્રાથમિક શાળામાં વોટર કુલર મૂકી ઉમદાઉદરણ પુરુ પાડેલ છે. વણિક અગ્રણી ભુરખિયા ટ્રસ્ટના મેનેજિંગ ટ્રસ્ટી જીવનભાઈ જમનાદાસ હકાણીના પત્ની સ્વ જશવંતીબેનની સ્મૃતિમાં તેમની ત્રણ પુત્રીઓ રેખાબેન ભુવા, હિનાબેન ગોહિલ, નિયતિબેન સુકેસીબેન દ્વારા હજારો વિદ્યાર્થીઓ વિદ્યાર્થીનીઓ ફિલ્ટર ઠડું પાણી મેળવી શકે તે માટે દામનગરની મોર્ડનગ્રીન પ્રાથમિક તાલુકા શાળા નં.૧ નર્મદાબેન માધવરાય સવાણી પ્રાથમિક તાલુકા શાળા નં ૨ અને કે કે નારોલા તાલુકા શાળા ન૩ દામનગરની ત્રણેય પ્રાથમિક સરકારી શાળામાં માતા સ્વ જસવંતી જીવનલાલ હકાણીની પૂર્ણય સ્મૃતિમાં વોટર કુલર મૂકી દામનગરના બાળકો શુદ્ધ ઠડું પાણી મેળવી શકે તે માટે સ્વર્ગસ્થ માતાની સ્મૃતિને વિચારો રૂપે જીવંત રાખવાનો વંદનીય પ્રયાસ કરતા સર્વત્ર સરાહના થઈ રહી છે.

Previous articleગાંધીનગરમાં કડકડતી ઠંડી : તાપમાનનો પારો ગગડયો
Next articleદામનગર શહેરની સિવીલ હોસ્પિટલ માંદગીના બિછાને