ગાંધીનગરમાં કડકડતી ઠંડી : તાપમાનનો પારો ગગડયો

890
gandhi26122017-2.jpg

ઉત્તર ભારતમાં બદલાયેલા વાતાવરણના પગલે રાજ્યના હવામાનમાં પણ ફેરફાર જોવા મળ્યો છે. ત્યારે ગાંધીનગરમાં પણ છેલ્લા બે દિવસથી સતત લઘુત્તમ તાપમાનનો પારો નીચો જઇ રહ્યો છે અને ઠંડી પણ આક્રમક બની રહી છે તો બીજી તરફ વાદળછાયા વાતાવરણ વચ્ચે મહત્તમ અને લઘુત્તમ તાપમાનના પારામાં તફાવત નોંધાયો છે. ત્યારે તાપમાનના પારામાં સતત થઇ રહેલાં ઘટાડાના પગલે ધીમે ધીમે ઠંડી પણ પોતાનો અસલ મિજાજ બતાવી રહી છે અને તીવ્ર ઠંડીનો સામનો નગરજનો કરી રહ્યાં છે. ત્યારે રવિવારે પાટનગરમાં સીઝનની સૌથી વધુ ઠંડીનો સામનો નગરજનોને કરવો પડયો છે. 
અચાનક જ લઘુત્તમ તાપમાનના પારામાં ઘટાડો થતાં ૯.૫ ડિગ્રીએ પહોંચ્યું હતું. તો બીજી તરફ મહત્તમ તાપમાનનો પારો યથાવત્‌ રહ્યો હતો પરંતુ આક્રમક ઠંડીનો સામનો નગરજનોને હાલમાં થઇ રહ્યો છે.ત્યારે આગામી દિવસોમાં હજુ ઠંડીનો ચમકારો તીવ્ર બનશે તેવી આગાહી પણ હવામાન ખાતા દ્વારા કરવામાં આવી છે. રાજ્યના પાટનગરમાં છેલ્લા બે દિવસથી બદલાયેલા હવામાનની અસર અનુભવવા મળી રહી છે. ઉત્તર ભારતમાં થઇ રહેલી હિમવર્ષાના પગલે મહત્તમ અને લઘુત્તમ તાપમાનના પારામાં સતત ઘટાડો નોંધાઇ રહ્યો છે. અચાનક જ એક દિવસમાં લઘુત્તમ તાપમાનના પારામાં છ ડિગ્રી જેટલો ઘટાડો નોંધાતાં ઠંડી પણ આક્રમક બની છે તો બીજી તરફ મહત્તમ તાપમાનના પારા યથાવત્‌ રહ્યો છે. પરંતુ બદલાયેલા હવામાનના પગલે  તીવ્ર ઠંડીનો સામનો નગરજનો કરી રહ્યાં છે. 
રવિવારે  લઘુત્તમ તાપમાન ૧૫.૫ ડિગ્રીએ પહોંચી ગયું હતું. જ્યારે મહત્તમ તાપમાન ૨૮ ડિગ્રીએ નોંધાયું હતું. પરંતુ એક જ દિવસમાં છ ડિગ્રીના ઘટાડા સાથે લઘુત્તમ તાપમાન ૯.૫ ડિગ્રીએ આવીને અટક્યું હતું. તો બીજી તરફ મહત્તમ તાપમાનના પારામાં વધારો  નોંધાતાં ૨૮.૫  ડિગ્રીએ પહોંચ્યું હતું. અચાનક જ વાતાવરણમાં થયેલાં ફેર બદલના પગલે તેમજ ઠંડીના પારામાં ઘટાડો નોંધાતાં તેની અસર નગરજનો ઉપર પણ જોવા મળી હતી. આમ વહેલી સવારથી જ ઠંડી આક્રમક બનતાં તેની અસર સમગ્ર દિવસ દરમિયાન જોવા મળી હતી. 
આમ છેલ્લા બે દિવસથી હવામાનમાં થઇ રહેલાં પલટાના પગલે નગરજનોને વાદળછાયા વાતાવરણનો સામનો કરવો પડી રહ્યો છે. ધીમે ધીમે ઠંડી પણ પોતાનો અસલ મિજાજ બતાવી રહી છે ત્યારે નગરજનો પણ ઠંડીમાં ઠુંઠવાઇ રહ્યાં છે ત્યારે આગામી દિવસોમાં હજુ પણ વાદળછાયા વાતાવરણ તાપમાનના પારામાં ઘટાડો નોંધાશે અને ઠંડી તેજ બનશે તેવી આગાહી પણ હવામાન ખાતા દ્વારા કરવામાં આવી છે. તો મહત્તમ અને લઘુત્તમ તાપમાનના પારામાં ત્રણ ઘણો તફાવત હોવા છતાં ઠંડી પોતાનો અસલ મિજાજ બતાવી રહી છે અને નગરજનો પણ ઠંડીમાં રક્ષણ મળી શકે તે માટે ઘરમાં રહેવાનું મુનાસીફ માની રહ્યાં છે તો રાત્રી તેમજ દિવસના સમયે તાપણાનો સહારો પણ લઇ રહ્યા છે પરંતુ અચાનક જ પાટનગરમાં ઠંડી આક્રમક બનતાં શ્રમજીવી પરિવારોની હાલત પણ કફોડી બની ગઇ છે.