ભાવનગર સમસ્ત કડવા પાટીદાર જ્ઞાતિનો ૪૩મો ઈનામ વિતરણ સમારોહ, પરિવારનો પ્રેમ પુસ્તિકાનું વિમોચન તેમજ ફોટો કુટુંબ કાર્ડ લોન્ચીંગ કાર્યક્રમ રવિવારે ડોક્ટર હોલ ખાતે યોજાયો હતો. જેમાં કડવા પાટીદાર સમાજના આગેવાનો, જ્ઞાતિજનો વિશાળ સંખ્યામાં ઉપસ્થિત રહ્યાં હતા. જ્યારે જ્ઞાતિના બાળકોને ઈનામ આપી સન્માનિત કરવામાં આવ્યા હતા.



















