વારાહી સોસા.ના મકાનમાંથી ઈંગ્લીશ દારૂ સાથે બે ઝડપાયા

661
bvn1722018-5.jpg

ભરતનગરના વારાહી સોસાયટીના રહેણાંકી મકાનમાં એસઓજી ટીમે પુર્વ બાતમી રાહે રેડ કરી ઈંગ્લીશ દારૂની જુદી-જુદી બ્રાન્ડની બોટલો સાથે બે શખ્સોને ઝડપી લીધા હતાં. 
એસઓજીના ઈન્ચાર્જ પોલીસ ઈન્સ્પેકટર ડી.ડી. પરમારના માર્ગદર્શન હેઠળ પોલીસ કોન્સ. પ્રદિપસિંહ ગોહિલની બાતમી આધારે એસઓજી સ્ટાફે ભરતનગર, વારાહી સોસાયટી પ્લોટ નં. પ૧ના રહેણાંકી મકાનમાંથી હાર્દિકભાઈ જગદીશભાઈ ભુતૈયા (ઉ.વ.રર), રાકેશભાઈ રાજુભાઈ વાઘેલા (ઉ.વ.ર૩) રહે. વારાહી સોસાયટી, પ્લોટ નં. ર૬ (બી) ભાવનગર વાળાને વિદેશી દારૂ જુદી-જુદી બ્રાન્ડની બોટલ નંગ-ર૩ કિ.રૂા. ૧૭,૧૦૦-/ સાથે પકડી પાડી ભરતનગર પોલીસ સ્ટેશનમાં પ્રોહીબીશન એકટ તળે ગુન્હો રજીસ્ટર કરાવેલ