નવાગામના ઢાળ પાસેથી ઈંગ્લીશ દારૂ સાથે બે ઝબ્બે

773
bvn1722018-6.jpg

વલ્લીભપુરના નવાગામના ઢાળ પાસે હોટલની પાછળ બાવળની કાંટમાં સંતાડેલ ઈંગ્લીશ દારૂની પાંચ બોટલ સાથે બે શખ્સોને વલ્લભીપુર પોલીસે રેડ કરી ઝડપી લીધા છે. પોલીસ અધિક્ષક પી.એલ.માલ તથા ના.પો. અધિ. પીરોજીયાએ દારૂ જુગારની પ્રવૃતિ નેત્સ નાબુદ કરવાની સુચના આપેલ હોય જે સુચના અન્વયે પીએસઆઈ ટી.એસ.રીઝવીને મળેલ બાતમી આધારે તેઓ તથા સ્ટાફના પો.કોન્સ. અમિતભાઈ મકવાણા, હિપાભાઈ મકવાણા, વિનોદભાઈ ડાંગર વિગેરે મળેલ બાતમી હકિકત આધારે વલ્લભીપુરના નવાગામ ઢાળ પાસે આવેલ બાપા સિતારામ હોટલના પાછળના ભાગે બાવળની કાંટમાંથી ઈંગ્લીશ દારૂની બોટલ નંગ-પ કિ.રૂા. ૧પ૦૦/- તથા મોબાઈલ ફોન નંગ-ર કિ.રૂા. ૩પ૦૦/- મળી રૂપિયા પાંચ હજારના મુદ્દામાલ સાથે આરોપીઓ યુવરાજસિંહ નારશંગભાઈ ચૌહાણ રહે. પીપરીયા, તા. વલ્લભીપુર, અમરશીભાઈ કાનજીભાઈ ભાદાણી  રહે. ઈટાળીયા, તા. વલ્લભીપુર, જી. ભાવનગર હાજર મળી આવતા બન્ને આરોપીઓ વિરૂધ્ધ પ્રોહીબીશન એકટ મુજબ ગુન્હો રજી. કરેલ. 

Previous articleધંધુકા વીજ કચેરી સામે હીટ એન્ડ રન
Next articleવારાહી સોસા.ના મકાનમાંથી ઈંગ્લીશ દારૂ સાથે બે ઝડપાયા