હદપાર કરેલ હાદાનગરનાં શખ્સને પોલીસે ઝડપી લીધો

681
bvn26122017-7.jpg

શહેરના હાદાનગર વિસ્તારમાં રહેતા શખ્સને ભાવનગર સહિત આજુ-બાજુના જીલ્લામાંથી હદપાર કર્યો હતો જેને એલ.સી.બી.ટીમે જુની માણેકવાડી પાસેથી ઝડપી લઈ ધોરણસર કાર્યવાહી કરી હતી. ભાવનગર,એલ.સી.બી.ની ટીમ ભાવનગર શહેર વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતી. તે દરમ્યાન જુની માણેકવાડીમાં આવતાં પો.હેડ કોન્સ. જયવિરસિંહ ચુડાસમાને બાતમીરાહે હકિકત મળેલ કે,ભાવનગર તથા આજુબાજુનાં જિલ્લાઓની હદમાંથી હદપાર કરવામાં આવેલ સાહિલ દિલાવરભાઇ પઠાણ રહે.હાદાનગર, ભાવનગરવાળો હાલમાં ભાવનગરમાં છે.અને તે જુની માણેકવાડી,ચાંદની ફલેટની બાજુમાં રસ્તા ઉપર ઉભો છે.તે બાતમીવાળી જગ્યાએ આવી તપાસ કરતાં સાહિલ હાજર મળી આવેલ.તેને ભાવનગરનાં એસ.ડી.એમ.નાં હુકમ આધારે ભાવનગર, રાજકોટ અમદાવાદ, અમરેલી, જુનાગઢ, સુરેન્દ્દનગર,બોટાદ જિલ્લામાંથી એક વર્ષ માટે હદપાર કરવામાં આવેલ. તેના વિરૂધ્ધ ગંગાજળીયા પો.સ્ટે.માં કાયદેસર કાર્યવાહી કરેલ.