કથ્થક નૃત્યની પ્રસ્તુતિ…

828
bvn26122017-8.jpg

શહેરના યશવંતરાય નાટ્યગૃહમાં આજે રાત્રિના કથ્થક વિશારદ ત્રણ બહેનો દ્વારા કથ્થક નૃત્યની પ્રસ્તુતિનો કાર્યક્રમ યોજાયો હતો. જેમાં કથ્થક વિશારદ વિશ્વા રાવલ, રાધિકા રાખસીયા તથા દિપ્તી હળવદીયા દ્વારા નૃત્યની પ્રસ્તુતિ કરાઈ હતી. ડો.કિરણબેન શુક્લ પાસેથી કથ્થકનું શિક્ષણ મેળવનાર આ ત્રણેય બહેનો દ્વારા કથ્થકના ગાયન, વાદન અને નર્તનના સુમેળભર્યા કાર્યક્રમ તળે ગણેશ વંદના, ૧૩ માત્રા, નાયિકા, ચતુરંગ, નૃત્યનાટિકા તથા તરાણાની પ્રસ્તુતિ કરી હતી. આ કાર્યક્રમ માણવા આમંત્રિતો તથા કલાપ્રેમીઓ વિશાળ સંખ્યામાં ઉપસ્થિત રહ્યાં હતા.