ભાવનગર શહેરના પ્રભુદાસ તળાવ વિસ્તારમાં ઈંગ્લીશ દારૂનો ધંધો કરતા મનોજ ઉર્ફે પપ્પુ મનસુખભાઈ સોડીયા અગાઉ ઈંગ્લીશ દારૂના ચાર જેટલા કેસમાં ઝડપી લીધેલ હતો. જે અંગે ભાવનગરના જિલ્લા પોલીસ અધિક્ષક પી.એ. માલની સુચના મુજબ તેના વિરૂધ્ધ પાસા અંગે દરખાસ્ત તૈયાર કરી જિલ્લા મેજીસ્ટ્રેટને મોકલી આપવામાં આવેલ. જે દરખાસ્ત અંગે જિલ્લા મેજીસ્ટ્રેટએ મનોજ ઉર્ફે પપ્પુ મનસુખભાઈ સોડીયા રહે.પ્રભુદાસ તળાવવાળાને સુરત લાજપોર જેલ ખાતે મોકલી આપવા હુકમ કરેલ. જે હુકમ આધારે એલસીબી ટીમે આજરોજ મનોજ ઉર્ફે પપ્પુને પાસા હેઠળ સુરત લાજપોર મધ્યસ્થ જેલ ખાતે મોકલી આપેલ છે.
આ કામગીરીમાં એલસીબી સ્ટાફના ભીખુભાઈ બુકેરા, હરગોવિંદભાઈ, ગુલમહમદભાઈ, મહિપાલસિંહ ગોહિલ, સત્યજીતસિંહ ગોહિલ અને ભરતભાઈ વિગેરે સ્ટાફના માણસો જોડાયા હતા.



















