રાજુલા તાલુકાના ખેરા ગામે નિલગાયનું મોત

1125
guj29-12-2017-6.jpg

અમરેલીના રાજુલા તાલુકાના ખેરા ગામે નિલગાયનું મોત થવા પામેલ છે. ખેરા ગામના દિનેશભાઈ ગુજરીયાએ  નિલગાયના કમોત અને શબ પડ્યું હોવાની વન વિભાગને જાણ કરી હોવા છતાં વન વિભાગનો એક પણ કર્મચારી ડોકાયેલ નહીં.
તા.ર૭-૧ર-૧૭ના રોજ સવારના ૮ વાગે બનેલા આ બનાવની જાણ દિનેશભાઈ ગુજરીયાએ વન વિભાગને કરી હોવા છતાં સાંજના આઠ સુધીમાં વન વિભાગનો એક પણ કર્મચારીએ ફરકેલ નથી.
સવાલ એ થાય છે કે સામાજિક વનીકરણ વિભાગની રાજુલા ઓફિસમાં સ્ટાફ અને પ૦ જેટલા ટ્રેકર ગાર્ડોની ફૌજ હોવા છતા વન્ય  પ્રાણીઓના અવારનવાર મોતના બનાવો આ વિસ્તારમાં બનતા હોય અને વન વિભાગને જાણ કરવા છતા સમયસર ઘટનાસ્થળે ન પહોંચે તો આવા સ્ટાફની ઘોર બેદરકારી ગણી ટ્રેકર ગાર્ડોને છુટા કરવા અને વન વિભાગના તમામ સ્ટાફની બદલી કરવા લાયન નેચર ફાઉન્ડેશનના ભીખુભાઈ બાટાવાળાએ માંગણી કરેલ છે.