ડમ્પ લોકલ ટ્રાન્સફર મુદ્દે લાંબી ચર્ચા બાદ સર્વાનુમતે ઠરાવ પાસ

691
bvn30122017-5.jpg

ભાવનગર  મહાપાલિકાના નજરલ બોર્ડ બેઠકમાં ટૈમ્પલ બેલના વાહનો ડમ્પ કરવા માટે લોકલ ટ્રાન્સફર સ્ટેશનની ઠીક ઠીક સમય સુધીની વિપક્ષોની લાંબી લાંબી રજુઆત પછી ચર્ચાને અંતે ૪પ નંબરનો ઠરાવ સર્વાનુમતે પાસ કરવામાં આવે છે. તેવી મેયરએ જાહેરાત કરતા આ ઠરાવને બહાલી અપાય હતી.
મેયર નિમુબેન બાંભણીયાના પ્રમુખ પદે મળેલ બોર્ડ બેઠકમાં બે ઠરાવ માટે અને તેમાં ખાસ કરીને ડમ્પ કરવાના મુદ્દે કોંગ્રેસના જયદિપસિંહ ગોહિલ રહીમ કુરેશી ભરત બુધેલીયાએ લાંબી લાંબી ચર્ચ્‌ કરી હતી.
વિપક્ષોની લાંબી ચર્ચાને અંતે મેયર, ચેરમેન સુરેશભાઈ ધાંધલ્યા અને કમિશ્નર કોઠારીએ કેટલીક જરૂરી સ્પષ્ટતાઓ કરી હતી. આ મુદ્દે રહીમ કુરેશીએ કેટલાક કાનુની મુદ્દાઓ  ઉપસ્થ્ત કરી મહત્વપુર્ણ રજુઆતો કરી હતી. રહીમ કુરેશીએ દસથી ૧ર કરોડની આ જમીન પ્રશ્ને સ્થળ બદલવાની વાત જણાવી હતી. તેમણે તંત્રમાં આ જગ્યાએ ફોર લેન રસ્તાનો પણ ઉલ્લેખ કર્યો હતો અને આવા પત્રો લખાયાની ચેલેન્જ પુર્વકની વાત જણાવતા તંત્ર ઢીલુ પડયું હતું.  અને ઘડીભર તો બોર્ડની કાર્યવાહી થંભી જવા પામેલ. 
નગરસેવક કાંતિભાઈ ગોહિલે એવી રજુઆત કરી કે આ જગ્યાએ ડમ્પ કરાશે તો અમે લોક આંદોલન ઉભુ કરશું આમ કોંગ્રેસના સભ્યો દ્વારા તંત્રને આવી ચીમકીઓ પણ અપાય હતી. આજની આ બેઠકમાં ટ્રાન્ફસર સ્ટેશન મુદ્દે મેયરએ ચર્ચા માટે ઠીક ઠીક સમય આપ્યો હતો. અને વિપક્ષ સભ્ય્‌એ રોષ પુર્વક રજુઆતો કરી હતી. લાંબી ચર્ચા થયા પછી મેયરે ફકત એવી વિગત જણાવી હતી કે ચર્ચાને અંતે આ ઠરાવ સર્વાનુમતે પાસ કરવામાં આવે છે. અને કોંગ્રેસે આ વચાત માનતાની સાથે જ મેયરે  વોર્ડમાં ઠરાવને બહાલી આપી દિધી હતી.
વિપક્ષ રજુઆત પછી કોઈ ચોકકસ ઠરાવ આ દિશામાં થયો નો તો એટલું જ બસ નથી પરંતુ વિપક્ષ દ્વારા મુળ ઠરાવ સામે કોઈ સુધારા દરખાસ્ત પણ મુકી નોતી.વોર્ડની મળેલી બેઠકમાં પ્રશ્નોતરીમાં ગંગાજળીયા તળાવ મુદ્દે પણ કોંગ્રેસના સભ્યોએ રજુઆત કરી હતી. આ ચર્ચામાં પણ ઠીક ઠીક સમય પસાર થવા પામેલ હિમત મેણીયાએ શૌચાલયનો મુદ્દો ઉઠાવ્યો હતો. બોર્ડ બેઠકમાં નેતા યુવરાજસિંહ ગોહિલ, અભયસિંહ ચૌહાણ કેટલાક પ્રશ્નોમાં  ચર્ચા કરી હતી. દંડક રાજુભાઈ રાબડીયાએ આરોગ્ય ક્ષેત્રે સેવા સદનની સેવા અંગેના કેટલાંક મહત્વ પુર્ણ  પ્રશ્નો રજુ કર્યા હતાં. જે પ્રશ્નોના તંત્ર દ્વારા જવાબો અપાયા હતાં. અનુ. જાતિની ગ્રાન્ટ મુદ્દે પણ ઠીક ઠીક ચર્ચા થવા પામેલ.