મુંબઇ આગ : અમદાવાદની આશાસ્પદ યશા પણ હોમાઇ

612
guj30122017-8.jpg

માયાનગરી મુંબઇમાં લોઅર પરેલ સ્થિત કમલા મિલ્સ કમ્પાઉન્ડમાં એક પબમાં લાગેલી ભયાનક આગમાં ૧૪ મહિલાઓ ભડથું થઇ ગઇ હતી પરંતુ આ ભાગદોડમાં અમદાવાદની આશાસ્પદ યુવતી યશા ઠક્કર પણ સ્લેબ તૂટતાં કાળનો કોળિયો બની ગઇ હતી. વ્યવસાયે  સીએ એવી યશા ઠક્કર હજુ એક વર્ષ પહેલાં જ લવ મેરેજ કર્યા હતા અને થર્ટી ફર્સ્ટના સેલીબ્રેશન માટે મુંબઇ ગઇ હતી. અમદાવાદની આશાસ્પદ યુવતીના મોતને પગલે શહેરભરમાં શોકની લહેર ફેલાઇ ગઇ હતી. માયાનગરી મુંબઇમાં લોઅર પરેલ સ્થિત કમલા મિલ્સ કમ્પાઉન્ડમાં એક પબમાં લાગેલી ભયાનક આગમાં ૧૪ મહિલાઓ જીવતી ભુંજાઇ જતાં દેશ અને દુનિયામાં ખળભળાટ મચી ગયો હતો. આ દુર્ઘટનામાં અન્ય ૧૫ જણાંને ઇજા પહોંચી હતી.
શોટ સર્કીટને લીધે લાગેલી વિકરાળ આગને લઇ કેટલાક લોકોની પાર્ટીની ઉજવણીની રાત અંતિમ રાત બની ગઇ હતી. આ સમગ્ર ઘટનામાં અમદાવાદની પાલડી વિસ્તારમાં રહેતી અને વ્યવસાયે સીએ એવી યશા ઠકકરનો પણ સમાવેશ થતો હતો. યશાના પિતા સંગીતકાર છે. તેણી થર્ટી ફર્સ્ટના સેલીબ્રેશન માટે મુંબઇ ગઇ હતી, જયારે તેના પતિ આવતીકાલે મુંબઇ પહોંચવાના હતા. યશા ઠક્કર ચાર દિવસ પહેલાં જ મુંબઇ ગઇ હતી અને તે તેણીના ફોઇના ઘેર રોકાઇ હતી. મુંબઇની પબમાં ભયંકર આગ લાગી ત્યારે તેણી તેના કઝીન્સ સાથે ત્યાં નજીકમાં આવેલી રેસ્ટોરન્ટમાં જમવા ગઇ હતી. આ દરમ્યાન આગ લાગતાં જોરદાર ભાગદોડ અને અફરાતફરી  મચી ગઇ હતી. યશા અને તેના કઝીન્સ જુદી જુદી દિશામાં ભાગ્યા હતા પરંતુ એ દરમ્યાન જ બિલ્ડીંગનો સ્લેબ તૂટી પડતાં ગુંગળામણના કારણે યશાનું કરૂણ મોત નીપજયું હતું. આ બનાવને લઇ અમદાવાદ શહેરમાં પણ શોકની લાગણી ફેલાઇ ગઇ છે.

Previous articleઅમેરિકાના શિકાગોમાં નડિયાદના યુવકની લૂંટના ઈરાદે ગોળી મારી હત્યા
Next articleજીએસટી વળતર : ગુજરાતને ૨૨૮૨ કરોડનું વળતર મળ્યું