અખીલ ભારતીય વંશાવલી સંરક્ષણ સંસ્થાની સૌરાષ્ટ્રના ૭ જિલ્લાના હોદ્દેદારોની બેઠક મળી

975
guj212018-1.jpg

અખીલ ભારતીય વંશાવલી સંરક્ષણ એવમ સંવર્ધન સંસ્થાનની સૌરાષ્ટ્રના ૭ જિલ્લાના બારોટ સમાજની બેઠક પ્રદેશ પ્રમુખ શંભુજી રાવ (બારોટ) તેમજ દેવેન્દ્રભાઈ ધર્મજાગરણ પ્રાંત, કપીલભાઈ અને રમેશભાઈ હાજરીમાં ર૦૦ વંશાવલી કાર્યકરોની બેઠકના આયોજનમાં શાંતિબાપુ ઉપસ્થિત રહેલ.
રાજકોટ બારોટ સમાજ પ્રમુખ કનકભાઈ બારોટ અને સાથી કાર્યકર અને બારોટ સમાજ પાર્ટ (ર)ના પ્રમુખ વશરામભાઈ દ્વારા આયોજીત અખીલ ભારતીય વંશાવલી સંરક્ષણ એવમ સંવર્ધન સંસ્થાનની સૌરાષ્ટ્રના ૭ જિલ્લાના બારોટ સમાજની બેઠક ગુજરાત પ્રદેશ વંશાવલી સંસ્થાના પ્રમુખ શંભુજી રાવ (બારોટ)ની તેમજ ધર્મજાગરણ પ્રાંત પ્રચારક દેવેન્દ્રભાઈ તથા કપીલભાઈ વિભાગીય સંયોજક તેમજ રાજકોટ વિભાગના અધિકારી રમેશભાઈની અધ્યક્ષતામાં ર૦૦ બારોટ સમાજના કાર્યકરોની બેઠકનું આયોજન થયું. જેમાં રાજુલાથી અમરૂભાઈ બારોટના માર્ગદર્શનથી રાજકોટ બારોટ સમાજની બન્ને પાંખના સંત શિરોમણી શાંતિબાપુની હાજરીમાં સંદેવભાઈ સોઢા, જગમાલભાઈ બારોટ, લોકસાહિત્યકાર ગુલાબદાન બારોટે તેની વાણીમાં વંશાવલી સંસ્થા વિશે ર૦૦ કાર્યકર્તા બારોટને સમજ એવી અપાઈ કે બારોટ સમાજના ઉત્થાન અને બારોટ સમસ્ત સમાજના વિકાસ માટે ૬૦ વર્ષ કોઈ સરકોએ બારોટ સમાજ માટે કઈ નથી. બારોટ સમાજના વિકાસ માટે સરકારના દ્વાર ખટખટાવ્યા છે અને તેનું રીઝલ્ટ હાલ રાજસ્થાન સરકારના ઉચ્ચ હોદ્દા પર બિરાજમાન મહેન્દ્રસિંહ બોરાજ સમસ્ત બારોટ સમાજનું ગૌરવ પ્રદાન કર્યુ છે. યુવા કાર્યકર પંકજભાઈએ બારોટ સમાજના દાતા જે આગામી જુનાગઢ સમુહ લગ્નમાં ર૧૦૦૦નું અનુદાન જાહેર કર્યુ તેવા દાતા દેવજીભાઈ લગ્ધીર, ડો.હીરેનભાઈ, રમેશભાઈ ઈલાણી, અમભાઈ, પ્રફુલભાઈ તથા વીમલભાઈ પાટકરાએ ખુબ જહેમત ઉઠાવેલ.