ધોળા દિવસે ઘરફોડ ચોરીઓ કરનાર ત્રણ ઈસમોને ઝડપ્યા

791
bvn1342018-7.jpg

ભાવનગર નારી ચોકડી પાસેથી એસઓજી ટીમે ત્રણ ઈસમોને ચોરી કરેલ મુદ્દામાલ સાથે ઝડપી લઈ પૂછપરછ કરતા ત્રણેય ઈસમોએ વરતેજ, સિહોર તેમજ ઉચા કોટડા મંદિરની જગ્યાએથી ધોળા દિવસે ચોરીઓ કર્યાની કબુલાત આપી હતી.
એસ.ઓ.જી. શાખાના ઇન્ચાર્જ પોલીસ ઇન્સપેકટ ડી.ડી.પરમારના માર્ગદર્શન હેઠળ એસ.ઓ.જી. પોલીસ સ્ટાફના માણસો શહેરમાં શકદારોની તપાસમાં તે દરમ્યાન એસ.ઓ.જી. શાખાના હેડ કોન્સ. અનિરૂધ્ધસિંહ વી. ગોહિલને મળેલ બાતમી આધારે નારી ચોકડી પાસેથી ત્રણ ઇસમો પ્રતાપભાઇ ઉર્ફે તતી વલ્લભભાઇ પરમાર રહે. હાથીયાધાર તા.પાલીતાણા, બાવસંગ ઉર્ફે બાવો ધારશીભાઇ પરમાર રહે. સોડવદરા, વિજય ભુપતભાઇ પરમાર રહે પાલીતાણાવાળાઓ પાસેથી ત્રણ મોબાઇલો તથા રોકડ રૂપિયા ૧૦૦૦/- મળી આવતા જેનો કોઇ આધારપુરાવો કે બીલના હોય જેથી આ મોબાઇલો તથા રોકડ મળી કુલ રૂ.૫,૦૦૦/- ગણી કબ્જે કરેલ અને આ ત્રણે ઇસમોને યુક્તિ-પ્રયુક્તિથી પુછપરછ કરતા જેમાં આજથી સાતેક મહિના પહેલા વરતેજ આંબાવાડી વિસ્તારમાંબપોરના સમયે ત્રણેય ઇસમોએ બંધ મકાનું તાળુ તાડી સોના-ચાંદીના ધરેણા તથા રોકડ મળી રૂપિયા ૫૭,૦૦૦/- ની ચોરી કર્યાની કબુલાત આપેલ અને પાંચ મહિના પહેલા શિહોરના ખાખરીયા ગામે બપોરના સમયે બંધ મકાનમાં ચોરીની કોશીષ કરેલ (૩) આજથી ત્રણ મહિનામાં દાઠાના ઉંચા કોટડા ગામે ચામુંડામાંના મંદિરે લોકોની ભીડ વચ્ચેથી બાળકોના ગળામાંથી પાંચ થી છ સોનાન ઓમકારનીચોરી કરેલાની કબુલાત આપેલ અને આ ચોરીનો તમામ મુદ્દામાલ પાલીતાણા સોનીને વેચેલાનુ જણાવેલ જેથી પોલીસે આ ચોરીમાં રહેલ મુદ્દામાલ રીકવર કરવા તજવીજ કરેલ છે અને આરોપીઓને વરતેજ સોપી આપવા તજવીજ હાથ ધરી હતી.

Previous articleમીતીયાળા ગામે મૂર્તિ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ ઉજવાયો
Next articleખડસલીયાની પરણિતાએ એક સાથે ત્રણ સ્વસ્થ બાળકોને જન્મ આપ્યો